તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:મારુતી સુઝુકીએ લોકડાઉન દરમિયાન 5000 ગાડીઓનું ઓનલાઈન બુકિંગ કર્યું

9 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોવિડ-19 મહામારીનો સામનો કરતા કાર નિર્માતા કંપનીઓ હવે ઓનલાઈન બુકિંગ અને ખરીદી પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન ચાલુ રહે. બાકીની કંપનીઓની જેમ મારુતિ સુઝુકીએ પણ આ મહિનાની શરૂઆતમાં પોતાના વેચાણ અને અન્ય સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે જેથી કંપની આંશિક સ્તરે કામગીરી શરૂ કરી શકે. ઓનલાઈન વેચાણ સુવિધા ઓફર  કંપની માટે વધુ સારી સાબિત થઈ છે. કંપનીના નાણાકીય પરિણામો વિશે વાત કરતાં મારુતિ સુઝુકીના ચેરમેન આર.સી ભાર્ગવના જણાવ્યા પ્રમાણે, - અમે 5,000 ઓનલાઈન બુકિંગ પ્રાપ્ત કર્યું છે. સમગ્ર દેશમાં અમારા 1900 વર્કશોપે કામ શરૂ કરી દીધું છે અને અમે 2300 કાર ડિસ્પેચ પણ કરી દીધી છે. 

ભારતના ઘણા શહેરો રેડ અને ઓરેન્જ ઝોનમાં હોવાને કારણે, હાલ ડિલિવરી શરૂ થઈ નથી,જો કે, મારુતિ સુઝુકીએ તાજેતરમાં ફરીથી કામ શરૂ કરનાર માનેસર ફેસિલિટીથી 2300 કાર ડિસ્પેચ કરી છે.  લોકડાઉન 3.0 અંતર્ગત જે શહેરો ઓછા જોખમવાળા ગ્રીન ઝોનમાં આવે છે, તેમને મર્યાદિત સ્ટાફ સાથે કામ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે .મારુતિ સુઝુકી દેશભરમાં 2500 ટચપોઇન્ટ ધરાવે છે, જેમાંથી ફક્ત એક તૃતીયાંશએ જ કામગીરી શરૂ કરી છે અને તેમાંથી 60 ટકા ગ્રામીણ વિસ્તારોમાં છે.

મારુતિ સુઝુકીએ મહામારીની સાથે કામ કરવા માટે તેના ગ્રાહકો અને કર્મચારીઓ માટે ફરજિયાત અને મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરી છે. ડીલરશીપને સુરક્ષા ગાઈલાઈન અને સોશિયલ ડિસ્ટન્સિંગની વિશેષ કાળજી લેવાની સૂચના આપવામાં આવી છે. ગ્રાહકો એપોઈમેન્ટ લઈને ડીલરશીપ પર જઈ શકશે, તેમજ એક જ સમયે એક જ વખત ગ્રાહક સાથે વાત કરવામાં આવશે. શોરૂમમાં આવનાર તમામ લોકો અને કર્મચારીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. કસ્ટમરની માંગ પર ટેસ્ટ ડ્રાઇવ અપાશે અને દરેક ટેસ્ટ ડ્રાઇવ પછી કારને સેનિટાઈઝ કરવામાં આવશે, સાથે સીટ કવર પણ બદલવામાં આવશે. મારુતિ સુઝુકીએ 2019-20ના છેલ્લા ક્વાર્ટરમાં નફામાં 28.1 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે જે, 1291.70 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો