બંધ / કંપનીએ વેબસાઇટ પર લિસ્ટમાં Baleno RS નામ હટાવ્યું, ઓછી ડિમાન્ડ કારણે પ્રોડક્શન બંધ થયું હોવાની શક્યતા

Maruti Suzuki Baleno RS discontinued

Divyabhaskar.com

Jan 28, 2020, 12:00 PM IST
ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકી તેની લોકપ્રિય પ્રીમિયમ હેચબેક બલેનોનું પાવરફુલ વર્ઝન Baleno RS બંધ કરી શકે છે. કંપનીએ નેક્સા ડીલરશિપની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ કાર હટાવી દીધી છે. આ કારણોસર એવું માનવામાં આવી રહ્યું છે કે, હવે આ કાર ઇન્ડિયન માર્કેટ માટે અવેલેબલ નહીં હોય. Maruti Baleno RSમાં સ્ટાન્ડર્ડ બલેનો કરતાં પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે.
એન્જિન
Baleno RSમાં 1.0 લિટર, 3 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન 5,500 rpm પર 101 bhp પાવર અને 1,700-4,500 rpm પર 150 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને અપકમિંગ BS-6 એમિળશન નોર્મ્સ અનુસાર અપગ્રેડ કરવાની શક્યતા નહોતી.
ઓછી ડિમાન્ડના કારણે પ્રોડક્શન બંધ કરાયું
મારુતિ સુઝુકીએ વર્ષ 2015માં બલેનો લોન્ચ કર્યાના બે વર્ષ પછ વર્ષ 2017માં તેનું વધારે પાવરફુલ વર્ઝન Baleno RS લોન્ચ કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, ઓછી ડિમાન્ડે કારણે કંપનીએ આ કાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દેશભરમાં કંપનીની ડીલરશિપ પર હજી પણ કેટલીક Baleno RSનો સ્ટોક પડ્યો છે. સ્ટોક પૂરો કરવા માટે મારુતિ આ ગાડી ઓછી કિંમતે વેચે એવી શક્યતા છે.
રેગ્યુલર બલેનોથી અલગ લુક
રેગ્યુલર બલેનો કરતાં Baleno RSનો ફ્રંટ લુક થોડ અલગ છે. Baleno RSની ગ્રિલ, ફ્રંટ બંપર અને ફોગ લેમ્પ ક્લસ્ટર બલેનો કરતાં અલગ છે, જે તેને સ્પોર્ટી લુક આપે છે. રેગ્યુલર બલેનો કરતાં અલગ Baleno RSનું ઇન્ટિરિયર પણ બ્લેક કલરમાં છે. આ સિવાય, બંને મોડેલ્સ લગભગ એકસમાન દેખાય છે.
X
Maruti Suzuki Baleno RS discontinued

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી