• Gujarati News
  • Utility
  • Automobile
  • Maruti S Cross 2021 Will Get Big Piano Black Grille And Driver Assistant System, Can Reach Speeds Up To 100kmph In 9.5 Seconds

ગ્લોબલ ડેબ્યુ:મારુતિ એસ-ક્રોસ 2021માં મોટા પિયાનો બ્લેક ગ્રિલ અને ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ મળશે, 9.5 સેકન્ડમાં 100kmph સુધીની સ્પીડ પકડી લેશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મારુતિ સુઝુકીએ ગુરુવારે પોતાની કોમ્પેક્ટ SUV એસ-ક્રોસનું અપડેટેડ વર્ઝનની પહેલી તસવીર અને ડિટેઈલ્સ જાહેર કરી દીધી છે. સુઝુકીએ પોતાની પ્રીમિયમ કારના આ થર્ડ જનરેશન મોડલને એસ-ક્રોસ 2022 નામ આપ્યું છે. તેમાં એક્સટીરિયર અને ઈન્ટિરિયરને નવા સ્ટાઈલની સાથે અપડેટ કરવામાં આવ્યા છે, જે ગ્લોબલ C પ્લેટફોર્મના અપડેટેડ વર્ઝન બેસ્ડ છે.

નવી સુઝુકી એસ-ક્રોસ જોવામાં લક્ઝરી SUV જેવો લુક આપે છે. સામેની તરફથી નવી એસ-ક્રોસમાં નવી હનીકોમ્બ જેવી પેટર્નની સાથે એક મોટો પિયાનો બ્લેક ગ્રિલ છે. ગ્રિલની બંને તરફ સ્લીક અને સ્ટાઈલિશ હેડલેમ્પ્સની સાથે ટ્રાઇ-બીમ LED એલિમેન્ટ છે, જે ગ્રિલ દ્વારા ચાલતી એક મોટી ક્રોમ સ્ટ્રિપમાં સુઝુકી લોગો સાથે જોડાયેલી છે.

2022 સુઝુકી એસ-ક્રોસના એક્સટીરિયરમાં ફેરફાર થયો
ફોગ લેમ્પ અને તેની ચારેય તરફ નવી ડિઝાઈનની સાથે ફ્રંટ બંપરને સારી રીતે બનાવવામાં આવ્યા છે. તેમાં SUVની જેમ સિલ્વર સ્કિડ પ્લેટ્સ પણ છે. સામેનું બોનટ હવે વધારે સપાટ છે અને તે પ્રોપર SUV જેવો લુક આપે છે. જો કે, અપડેટેડ સુઝુકી એસ-ક્રોસની સાઈઝ બીજી પેઢીની એસ ક્રોસની જેમ છે, તેની લંબાઈ 4300mm, પહોંળાઈ 1785mm, ઉંચાઈ 1585mm અને વ્હીલબેસ 2600mmના છે.

નવી એસ-ક્રોસમાં રેપરાઉન્ડ ટેલ-લેમ્પ મળશે
નવી એસ-ક્રોસ બોક્સિયર એટલે બોક્સની જેમ લુક આપે છે અને તેમાં બીફિયર ક્લેડિંગ હોય છે, જે તેને જૂના મોડલથી અલગ બનાવે છે. વિન્ડો લાઈનમાં થોડી ઉપરની તરફ સ્લોપ મળે છે અને એક ક્રોમ ગાર્નિશ પણ મળે છે. તેમાં નવા 17 ઈંચ ડ્યુઅલ ટોન 5-સ્પોક અલોય વ્હીલ મળે છે. પાછળની તરફ, નવી એસ-ક્રોસમાં રેપરાઉન્ડ ટેલ-લેમ્પ, એક બ્લેક પટ્ટી અને એક ઈન્ટીગ્રેટેડ રૂફ સ્પોઈલર મળે છે જે એક અપરાઈટ બુટ સાથે જોડાયેલું છે.

9.0 ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે
એક્સટીરિયરની જેમ જ નવી એસ-ક્રોસના ઈન્ટીરિયરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેના ડેશબોર્ડને એક નવી ડિઝાઈન આપવામાં આવી છે. તેમાં એક મોટી ફ્રી સ્ટેન્ડિંગ 9.0 ઈંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, જે ડેશબોર્ડની વચ્ચે છે. સેન્ટ્રલ AC વેન્ટ હવે સ્ક્રીનની નીચે મળશે જે પહેલા કરતાં વધુ આકર્ષક લાગે છે.

સુઝુકીએ આઉટગોઈંગ મોડલથી ઘણા સ્વિચ ગિયરને નવી એસ-ક્રોસમાં પણ આગળ વધાર્યા છે. તેમાં સ્ટીયરિંગ વ્હીલ, ગિયર લીવર, પાવર વિંડો સ્વિચ, અને એટલે સુધી કે ક્લાઈમેટ કંટ્રોલ ડાયલ અને બટન પણ સામેલ છે. તે ઉપરાંત નવી એસ ક્રોસને એક ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે.

કીલેસ એન્ટ્રી હશે
એસ ક્રોસના ટોપ-સ્પેક મોડલ હવે હીટેડ ફ્રંટ સીટ્સ, ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ, LED હેડલાઈટ્સ, એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ, કીલેસ એન્ટ્રી, લેધર સીટ અપહોલ્સ્ટ્રી, પેનોરમિક સનરૂફ અને 360 ડિગ્રી પાર્કિંગ કેમેરા જેવા ફીચર્સની સાથે આવે છે. ઘણા ડ્રાઈવર આસિસ્ટ સિસ્ટમમાં ટ્રેફિક-સાઈન આઈડેન્ટિટિ, ક્રૂઝ કંટ્રોલ, બ્લાઈન્ડસ્પોર્ટ મોનિટરિંગ અને ફ્રંટ અને રિયર પાર્કિંગ સેન્સર સામેલ છે.

એસ-ક્રોસનું એન્જિન
એસ-ક્રોસ સુઝુકીમાં 1.4 લીટર બુસ્ટરજેટ પેટ્રોલ એન્જિન મળે છે, જે આઉટગોઈંગ મોડલની જેમ 127hp અને 235Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનમાં ખાસ કરીને 48V માઈલ્ડ હાઈબ્રિડ સિસ્ટમ છે. નવી એસ-ક્રોસના ટ્રાન્સમિશન ઓપ્શનમાં 6 સ્પીડ મેન્યુઅલ અથવા 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ મળે છે. સુઝુકીનો દાવો છે કે નવી એસ-ક્રોસ 9.5 સેકન્ડમાં 0-100kmph સ્પીડ પકડી લે છે.

આવતા વર્ષની શરૂઆતમાં લોન્ચ થવાની સંભાવના
ભારતમાં એસ-ક્રોસનું આ અપડેટેટ વર્ઝનને લોન્ચને લઈને અત્યાર સુધી કોઈ ઓફિશિયલ જાણકારી નથી મળી. મારુતિ સુઝુકી ભારતીય માર્કેટ માટે ઘણી નવી કાર તૈયાર કરી રહી છે. તેમાંથી પહેલા મારુતિ બલેનોનું અપડેટેડ વર્ઝન હશે, જે આવતા વર્ષની શરૂઆતમાં આવવાની આશા છે. ત્યારબાદ કંપની અપડેટેડ બ્રેઝ પર પણ કામ કરી રહી છે. તેમજ અર્ટિગા અને XL 6 MPV માટે પણ અપડેટ વર્ઝન તૈયાર કર્યું છે. તે ઉપરાંત કાર મેન્યુફેક્ચરર ભારત માટે 5-ડોર જિમ્ની કાર પર પણ કામ કરી રહી છે.