ઓફર / મારુતિએ નવી ઓફર કાઢી, અત્યારે કાર ખરીદો અને 60 દિવસ પછી હપ્તા કપાવવાનું શરૂ કરાવો

X

  • મારુતિએ Buy-Now-Pay-Later સ્કીમ માટે ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ કંપની સાથે પાર્ટનરશિપ કરી
  • ઓફર અત્યારે સિલેક્ટેડ મોડેલ્સ પર જ અવેલેબલ છે અને 30 જૂન સુધી લોન ડિસ્બર્સમન્ટ થાય ત્યાં સુધી જ માન્ય છે
  • ગ્રાહક 90% સુધી ઓન રોડ ફંડિંગ માટે ઉંચી લોન મેળવવાનો લાભ ઉઠાવી શકે છે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:13 PM IST

દિલ્હી. લોકડાઉનને કારણે રોકડ સંકટનો સામનો કરી રહેલા ગ્રાહકોને સરળ અને કસ્ટમાઇઝ્ડ રિટેલ ફાઇનાન્સ સુવિધા આપવા માટે દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ ચોલામંડલાન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડ સાથે ભાગીદારી કરી છે. મારુતિએ કહ્યું કે, આ અંતર્ગત ગ્રાહકોને 'Buy-Now-Pay-Later સુવિધા આપવામાં આવશે. આ પાર્ટનરશિપ હેઠળ, કંપની કોરોનાને કારણે રોકડની કટોકટીમાં હોય તેવા ગ્રાહકોને બે મહિનાની EMI પેમેન્ટ કરવાની છૂટ પણ આપી રહી છે. જેથી, તેમના ખિસ્સા પર તાત્કાલિક કોઈ વધારાનું દબાણ ન આવે.

તેમણે માહિતી આપતા જણાવ્યું કે, નવી સુવિધામાં ગ્રાહક લોન લીધા પછી 60 દિવસથી હપ્તા શરૂ કરવાની સુવિધા ઉપલબ્ધ થશે. આ ઓફર હાલમાં પસંદગીના મોડેલો પર ઉપલબ્ધ છે અને 30 જૂન 2020 સુધી લોન ડિસ્બર્સમેન્ટ સુધી જ માન્ય છે.

ખિસ્સાં પર તરત વધારે દબાણ નહીં પડે – મારુતિ

પાર્ટનરશિપ વિશે બોલતા, મારૂતિ સુઝુકી ઇન્ડિયાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે કહ્યું કે, તેનો ઉદ્દેશ કોવિડ -19 લોકડાઉન દરમિયાન રોકડની તંગીનો સામનો કરી રહેલા ખરીદદારોને દિલાસો આપવો છે. મને ખાતરી છે કે Buy-Now-Pay-Later offer ગ્રાહકોને તેમના ખિસ્સા પર તાત્કાલિક વધારાના દબાણ વિના કાર ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે.

ગ્રાહક 90% સુધી ઓન રોડ ફંડિંગનો લાભ ઉઠાવી શકશે

ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ કંપની લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રવિન્દ્ર કુંડુએ જણાવ્યું કે, સંગઠનો વચ્ચે સુમેળ ગ્રાહકોને ફાયદા પહોંચાડવા પર કેન્દ્રિત કરવાનું છે. તેમણે કહ્યું, 'આ ભાગીદારી અમને કાર ફાઇનાન્સિંગ સ્પેસમાં એક મજબૂત સ્થાન આપશે. અમારી 1,094 શાખાઓ અર્ધ-શહેરી અને ગ્રામીણ બજારોમાં ફેલાયેલી છે. ભાગીદારી દ્વારા ગ્રાહકો 90 ટકા સુધીના ઓન રોડ ફંડિંગ માટે ઉંચી લોનનો લાભ ઉઠાવી શકે છે અને લાંબા સમય સુધી ફરી પેમેન્ટ કરવાનો ઓપ્શન પસંદ કરી શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી