મારુતિએ Dzire Tourનું CNG વર્ઝન લોન્ચ કર્યું, પ્રારંભિક કિંમત 6.36 લાખ રૂપિયા

X

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 06:15 PM IST

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકીએ ઇન્ડિયન માર્કેટમાં તેની નવી કાર Dzire Tour લોન્ચ કરી છે. અટ્રેક્ટિવ લુક અને પાવરફુલ એન્જિન સાથે આવનારી આ કારને કંપનીએ પેટ્રોલ અને CNG બંને વેરિઅન્ટમાં માર્કેટમાં ઉતારી છે. તેના પેટ્રોલ વર્ઝનની કિંમત 5.80 લાખ રૂપિયા અને CNG વેરિઅન્ટની કિંમત 6.36 લાખ રૂપિયાથી લઇને 6.40 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

આ નવી કાર Dzireના જૂનાં સેકન્ડ જનરેશન મોડેલ પર બેઝ્ડ છે. તેમાં કંપનીએ 1.2 લિટરની કેપેસિટી ધરાવતા K12M ડ્યુઅલ VVT એન્જિનનો પ્રયોગ કર્યો છે, જે 82PS અને 113Nm ટોર્ક જનરેટ કરેછે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. કંપનીએ આ કારમાં નવું એન્જિન એટલે નથી આપ્યું કારણ કે, તેની કિંમત શક્ય એટલી ઓછી રાખી શકાય.

મારુતિ Tour Sને કેબ સર્વિસમાં ખાસ ઉપયોગમાં લેવામાં આવે છે.ઓછી કિંમત, લો મેન્ટેનન્સ અને સારી એવરેજના કારણે આ કારનો ઉપયોગ કેબ માટે વધારે થાય છે. કંપનીએ થોડા સમય પહેલાં જ જાહેરાત કરી હતી કે, કંપની તેની Tour રેન્જના વ્હીકલ્સનું વેચાણ કોમર્શિયલ ચેનલના માધ્યમથી કરશે. આ જ શોરૂમના માધ્યમથી તેની ગાડીઓનું પણ વેચાણ થશે.

મારુતિ Dzire દેશની બેસ્ટ સેલિંગ એન્ટ્રી લેવલ સિડેન કાર છે. તાજેતરમાં જ કંપનીએ તેનું નવું ફેસલિફ્ટમોડેલ પણ શોકેસ કર્યું હતું. તેમાંકંપનીએ કેટલાક કોસ્મેટિક ફેરફાર કરવાની સાથે નવા અપડેટેડ BS6 એન્જિનનો પ્રયોગ કર્યો છે. કંપનીનોદાવો છે કે, નવી મારુતિ Dzireનું પેટ્રોલ ઓટોમેટિક વર્ઝન 24 કિમી પ્રતિ લિટરની એવરેજ આપશે. આ કારની પ્રારંભિક કિંમત 5.89 લાક રૂપિયા રાખવામાં આવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી