તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Automobile
 • Maruti Hyundai's 4 Vehicles, Including Suzuki And Neos, Are The Best selling In India, But Are Very Poor In Terms Of Safety.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનસેફ હેચબેક:સુઝુકી અને નિઓસ સહિત મારુતિ-હ્યુન્ડાઇની 4 ગાડીઓ ભારતમાં સૌથી વધારે વેચાય છે, પરંતુ સેફ્ટી મામલે ખૂબ નબળી છે

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ ચારેય ગાડીઓને સેફ્ટી બાબતે ફક્ત 2-સ્ટાર રેટિંગ આપવામાં આવી છે
 • ગ્લોબલ એનકેપે આ ચારેયના બોડીશેલને અસ્થિર રેટ આપ્યા છે

ભારતીય કાર ખરીદનારાઓ છેલ્લા કેટલાક સમયથી કારનાં સેફ્ટી રેટિંગ્સ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. ઇન્ડિયન માર્કેટમાં અત્યારે ઘણાં વાહનો છે જે પ્રીમિયમ સેફ્ટી આપે છે, જેને ગ્લોબલ NCAP દ્વારા 4-સ્ટાર અથવા તેનાથી વધુ આપવામાં આવ્યા છે. પરંતુ ઘણા વાહનો એવા પણ છે જેનાં સુરક્ષા રેટિંગ બહુ ઓછાં છે. તેમ છતાં આ ગાડીઓ ખરીદદારોમાં ખૂબ લોકપ્રિય છે. અહીં, અમે 2-સ્ટાર ગ્લોબલ NCAP સેફ્ટી રેટિંગવાળી ચાર ગાડીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે, જે ભારતમાં મોટી સંખ્યામાં વેચાય છે.

1. મારુતિ સુઝુકી સ્વિફ્ટ
પ્રારંભિક કિંમત: 5.19 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ, દિલ્હી)

 • મારુતિ સ્વિફ્ટ તેના સેગમેન્ટમાં જ નહીં પરંતુ આખા ઇન્ડિયન માર્કેટમાં સૌથી વધુ વેચાતી ગાડીઓમાંની એક છે. તેના મજેદાર ફન ટુ ડ્રાઇવ સ્વભાવને કારણે તે ખાસ કરીને ઉત્સાહીઓમાં લોકપ્રિય છે. BS6 જમાનામાં આ ગાડી ફક્ત 1.2-લિટર નેચરલી એસ્પિરેટેડ એન્જિન સાથે ઉપલબ્ધ છે.
 • ગ્લોબલ NCAP દ્વારા ક્રેશ ટેસ્ટમાં કારને અડલ્ટ અને ચાઇલ્ડ સેફ્ટી માટે ફક્ત 2-સ્ટાર આપવામાં આવ્યા છે, જે સંતોષકારક નથી અને સાથે તેનાં બોડીશેલને પણ અસ્થિર રેટ આપવામાં આવ્યા છે. એટલે કે તે વધુ ભારનો સામનો કરવામાં અસમર્થ છે.

2. હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 નિઓસ (Hyundai Grand 10 Nios)
પ્રારંભિક કિંમત: 5.12 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ, દિલ્હી)

 • ગયા વર્ષે, હ્યુન્ડાઇએ ઇન્ડિયન માર્કેટમાં ન્યૂ-જનરેશન i10ને ગ્રાન્ડ i10 નિઓસ તરીકે રજૂ કરી હતી. નિઓસ ઘણા એન્જિન ઓપ્શન આપે છે, જેમાં 1.2-લિટર પેટ્રોલ, 1.2-લિટર ટર્બો-ડીઝલ અને 1.0-લિટર ટર્બો-પેટ્રોલનો સમાવેશ થાય છે, જે તેને આ ક્લાસમાં સૌથી વધારે વર્સેટાઇલ વ્હીકલ બનાવે છે. આ ગાડીમાં 1.2-લિટર એન્જિન સાથે CNG કીટ પણ પસંદ કરી શકાય છે.
 • ગ્લોબલ NCAP દ્વારા તેને અડલ્ટ અને ચાઇલ્ડ સેફ્ટી બંને માટે 2 સ્ટાર આપવામાં આવ્યા છે અને તેનાં બોડીશેલને અસ્થિર રેટિંગ આપવામાં આવ્યું છે.

3. મારુતિ સુઝુકી વેગનઆર (Maruti Wagon R)
પ્રારંભિક કિંમત: 4.45 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ, દિલ્હી)

 • મારુતિ સુઝુકી વેગનઆર એ કદાચ આપણા માર્કેટમાં ઉપલબ્ધ મોસ્ટ પ્રેક્ટિકલ સિટી કાર્સમાંની એક છે, જે તેના નાનાં ડાયમેન્શન હોવા છતાં પ્રીમિયમ ઇન્ટિરિયર સ્પેસ આપે છે. વાહનને બે એન્જિન ઓપ્શન મળે છે, જેમાં 1.0 લિટર પેટ્રોલ અને 1.2 લિટર પેટ્રોલ છે અને પેટ્રોલ એન્જિનનું CNG વર્ઝન પણ ઉપલબ્ધ છે.
 • વેગનઆરને અડલ્ટ અને ચાઇલ્ડ સેફ્ટી માટે ફક્ત 2 સ્ટાર આપવામાં આવ્યા છે અને સાથે તેના બોડીશેલ માટે અસ્થિર રેટ આપવામાં આવ્યા છે.

4. હ્યુન્ડાઈ સેન્ટ્રો (Hyundai Santro)
પ્રારંભિક કિંમત: 4.63 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ, દિલ્હી)

 • હ્યુન્ડાઇ સેન્ટ્રોએ ચાર વર્ષના અંતર પછી વર્ષ 2018માં તેનાં સેકન્ડ જનરેશન અવતારમાં કમબેક કર્યું. તે હ્યુન્ડાઇના લાઇનઅપમાં સૌથી સસ્તી કાર છે અને એક જ એન્જિન વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. તેમાં 1.1-નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન જેમાં એક ઓપ્શનલ CNG કીટ પણ ઉપલબ્ધ છે.
 • હેચબેકને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં અડલ્ટ અને ચાઇલ્ડ સેફ્ટી બંને માટે 2 સ્ટાર આપવામાં આવ્યા છે અને સાથે તેનાં બોડીશેલને અસ્થિર રેટ આપવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો