ધમાકેદાર ઓફર:તમને પરવડે તેવી અલ્ટો કાર પર ₹30,000નું તો ટાટા હેરિયર પર ₹85,000નું ડિસ્કાઉન્ટ મળશે, લિસ્ટ જોઈ તમારા માટે બેસ્ટ કારની પસંદગી કરો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હ્યુન્ડાઈની i20 પર કંપની કુલ 13,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે
  • મહિન્દ્રાની સ્કોર્પિયો પર 29,000 રૂપિયા અને XUV300 પર 69,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

નવાં વર્ષે જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા હો તો આ તમારા માટે બેસ્ટ સમય છે. મારુતિ, હ્યુન્ડાઈ, ટાટા, મહિન્દ્રા સહિતની કંપનીઓ ઘણા મોડેલ પર જાન્યુઆરી ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. આ ઓફર હેઠળ તમને 85000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જોકે સેમીકન્ડક્ટર ચિપની અછતને કારણે કારની ડિલિવરીમાં સમય લાગી રહ્યો છે. તો સ્ટોકમાં અવેલેબલ મોડેલની ડિલિવરી કંપની 1 મહિનાની અંદર આપી રહી છે.

નવી કાર ખરીદવા પર કઈ ઓફર મળશે?
તમામ કંપનીઓના ડિસ્કાઉન્ટમાં કેશ, એક્સચેન્જ, લોયલ્ટી, કોર્પોરેટ, એક્સેસરીઝ સામેલ છે. કેટલાક મોડેલ પર આ બધા જ ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે તો કેટલાક મોડેલ પર કંપની 1-2 પ્રકારની ઓફર આપી રહી છે. કઈ કંપની કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે ગ્રાફિક્સથી જાણીએ....

નોંધ: કાર કંપનીનાં ડિસ્કાઉન્ટની રકમ તમારાં શહેર અને ડીલર પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. બની શકે ઉપરોક્ત લિસ્ટ કરતાં ઓછું ડિસ્કાઉન્ટ તમને મળી રહ્યું હોય. નસીબજોગે ડીલર બદલાતાં તમને લિસ્ટેડ ડિસ્કાઉન્ટ કરતાં પણ વધારે ફાયદો થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...