તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Maruti Extends Free Service And Warranty Period Of Vehicles Till June 30, The Benefit Of The Offer Will Be Available To Service Vehicles Completing Between March 15 And May 31

રાહત:મારુતિએ ગાડીઓની ફ્રી સર્વિસ અને વોરંટી પિરિયડ 30 જૂન સુધી લંબાવ્યો, ઓફરનો લાભ 15 માર્ચથી 31 મે દરમિયાન પૂરી થતી સર્વિસના વાહનોને મળશે

3 મહિનો પહેલા

કોરોનાકાળમાં ઘણી કંપનીઓ ગ્રાહકોને લાભ આપવા માટે વિવિધ સ્કીમ્સ લઈને આવી રહી છે. આવી સ્થિતિમાં મારુતિ સુઝુકી અને ટોયોટા કિર્લોસ્કર મોટર્સે તેમની ગાડીઓ પર ફ્રી સર્વિસ અને વોરંટી પિરિયડ લંબાવી દીધો છે. મારુતિની આ ઓફર એ વાહનોને લાગુ પડશે જેમની ફ્રી સર્વિસિંગ અને વોરંટી પિરિયડ 15 માર્ચથી 31 મે વચ્ચે પૂરો થવા જઈ રહ્યો છે.

હવે કંપનીએ આ સર્વિસિસ 30 જૂન સુધી લંબાવી છે. એટલે કે, જે ગાડીની ફ્રી સર્વિસિંગ અને વોરંટી પિરિયડ આપવામાં આવેલા સમયની વચ્ચે પૂરો થતો હોય તેમણે હવે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ આવતા મહિને 30 જૂન સુધી આ સર્વિસિસનો લાભ મેળવી શકશે.

લોકડાઉનને કારણે નિર્ણય લીધો
મારુતિ સુઝુકી ઇન્ડિયાના સિનિયર એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર (સર્વિસ) પાર્થો બેનર્જીએ જણાવ્યું કે, 'કોવિડ-19 રોગચાળાને કારણે ઘણા રાજ્યોમાં ગ્રાહકો લોકડાઉનનો સામનો કરી રહ્યા છે. તેથી, કંપનીએ તેના ગ્રાહકોને ફ્રી સર્વિસિંગ અને વોરંટી પિરિયડ 30 જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ગ્રાહકોને રાહત મળશે. હવે ગ્રાહકો તેમની સુવિધા પ્રમાણે આ સર્વિસિસનો લાભ ઉઠાવી શકે છે.'

ટોયોટાએ પણ ફ્રી સર્વિસનો સમયગાળો વધાર્યો
ટોયોટાએ તેની વાહન વોરંટી અને કસ્ટમર પેડ એક્સટેન્ડ વોરંટી પિરિયડ એ રાજ્યોમાં એક મહિના માટે વધારી દીધો છે જ્યાં સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કંપનીએ તેના 'કસ્ટમર કનેક્ટ પ્રોગ્રામ 2.0' પહેલના ભાગરૂપે ગ્રાહકોના લાભ માટે પ્રિ-પેડ સર્વિસ પેકેજ પણ વધાર્યું છે.

TKMના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું કે, ગ્રાહકોમાં આત્મવિશ્વાસ વધારવા અને સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાની આપણી કટિબદ્ધતા બતાવવાનું અમારું 'કસ્ટમર કનેક્ટ પ્રોગ્રામ 2.0' એક પગલું છે. ડીલરશીપ ગ્રાહકોને ટેકો આપવા માટેના પ્રયત્નો ચાલુ રાખશે. ेक જવાબદાર કોર્પોરેટ નાગરિક તરીકે કંપની તેનો ટેકો આગળ વધારી રહી છે.

ટાટા પણ ફ્રી સર્વિસ પિરિયડ લંબાવી ચૂકી છે
ટાટા મોટર્સે તેના પેસેન્જર વ્હીકલ ગ્રાહકોને રાહત પણ આપી છે. કંપનીએ હવે વોરંટી અને ફ્રી સર્વિસ સમય 30 જૂન સુધી વધાર્યો છે. આનો અર્થ એ થયો કે, જે ગ્રાહકોના વાહનોની વોરંટી 1 એપ્રિલથી 30 મે દરમિયાન પૂરી થઈ રહી હતી તેઓ હવે તે 30 જૂન સુધી આ સુવિધાનો લાભ લઈ શકે છે.

કંપનીએ મંગળવારે કહ્યું કે, કોરોનાની બીજી લહેરની અસર અને લોકડાઉનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઘણા બધા ગ્રાહકો મેન્ટેનન્સ સર્વિસનો લાભ નથી મેળવી શક્યા. આવું એટલા માટે કારણ કે તેઓ લોકડાઉનને કારણે ઘરની બહાર જવામાં અસમર્થ છે. કંપનીએ કહ્યું કે, ગાડીઓના વેચાણ બાદ ગ્રાહકોને સરળ અને મુશ્કેલી વિનાની સેવા આપવી એ એક સારો નિર્ણય છે. આ હેઠળ વોરંટી અને ફ્રી સર્વિસનો પિરિયડ વધારવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...