મારુતિ સુઝુકી અર્ટિગા 2022ને ઘણા અપડેટની સાથે લોન્ચ કરવામાં આવી છે. આ MPVની પ્રારંભિક કિંમત 8.35 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે ટોપ વેરિઅન્ટ ZXi+ની કિંમત 12.79 લાખ (એક્સ-શોરૂમ) છે. આ પહેલી વખત છે જ્યારે મારુતિ અર્ટિગાના ટોપ વેરિઅન્ટમાં પણ CNGનો ઓપ્શન આપવામાં આવશે. અપડેટેડ અર્ટિગાના લુક અને ફીચર્સમાં પણ અપડેટ આપવામાં આવ્યા છે.
અર્ટિગાને પહેલી વખત 2012માં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. તે હંમેશાં દેશમાં ટોપ-10 સેલિંગ કારની યાદીમાં સામેલ રહે છે. કંપની તેના સાત લાખથી વધુ યુનિટ્સ વેચી ચૂકી છે. આ MPV માટે પ્રી-બુકિંગ આ મહિનાની શરૂઆતમાં 11,000 રૂપિયામાં શરૂ થયું હતું.
11 વેરિઅન્ટ્સમાં રજૂ લેટેસ્ટ અર્ટિગા ચાર ટ્રિમ્સ અને 11 બ્રોડ વેરિઅન્ટ્સમાં આવી છે. VXi, ZXi અને ZXi+માં ત્રણ ઓટોમેટિક ઓપ્શન આપવામાં આવ્યા છે, જ્યારે CNG ઓપ્શન પણ બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.
20.30 કિમી પ્રતિ લિટર માઈલેજ મળશે
ન્યૂ જનરેશન મારુતિ સુઝુકી અર્ટિગા 2022 પેટ્રોલ એન્જિનમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે 20.51 કિમી પ્રતિ લિટરની માઈલેજ આપે છે. તેમજ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 20.30 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે છે. જ્યારે CNG મોડમાં નવી અર્ટિગાની માઈલેજ 21.11 કિમી પ્રતિ લીટર છે. CNG વેરિઅન્ટ માત્ર મેન્યુઅલ ગિયરબોક્સની સાથે આવે છે.
નવી ગ્રિલ, 7 ઈંચની સ્માર્ટપ્લે પ્રો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
2022 મારુતિ સુઝુકી અર્ટિગાને એક નવી ગ્રિલ, 7 ઈંચના સ્માર્ટપ્લે પ્રો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ બટન, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ અને સુઝુકી કનેક્ટ ટેલિમેટિક્સ મળે છે. તે કુલ 6 કલર ઓપ્શન-સ્પેલેન્ડિડ સિલ્વર, મેગ્મા ગ્રે, પર્લ મેટાલિક, આર્કટિક વ્હાઈટ, પ્રાઈમ ઓક્સફોર્ડ બ્લુ અને ઓબર્ન રેડ સિવાય નવા પર્લ મેટાલિક ડિગ્નિટી બ્રાઉનમાં ઉપલબ્ધ હશે.
મારુતિ સુઝુકી અર્ટિગા એન્જિન અને ટ્રાન્સમિશન
મારુતિ સુઝુકી અર્ટિગા 2022માં સારી કે-સિરીઝ 1.5 લીટર ડ્યુઅલ વીવીટી એન્જિન આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ યુનિટ અને એક નવા 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક યુનિટની સાથે જોડાયેલું છે. ઓટોમેટિક ગિયરબોક્સમાં પેડલ શિફ્ટર્સ પણ મળે છે. પહેલા તેમાં 4 સ્પીડ ટોર્ક કન્વર્ટરનો ઓપ્શન મળતો હતો.
મારુતિ સુઝુકી આજે એટલે કે 15 એપ્રિલે ઈન્ડિયન માર્કેટમાં નવી અર્ટિગા ફેસલિફ્ટને લોન્ચ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ અપકમિંગ કારનું બુકિંગ પહેલાથી જ શરૂ થઈ ગયું છે. નવી મારુતિ અર્ટિગાના પ્રી બુકિંગ માટે ગ્રાહક 11,000 રૂપિયાનું ટોકન અમાઉન્ટ આપીને તેને બુક કરી શકે છે. નવા મોડલ કોસ્મેટિક ડિઝાઈનમાં ફેરફાર અને નવા એન્જિન ગિયરબોક્સની સાથે અપડેટેડ ઈન્ટિરિયરની સાથે આવશે.
2022 મારુતિ અર્ટિગા એક્સપેક્ટેડ ફીચર્સ
મારુતિ સુઝુકી અર્ટિગાના ફીચર્સની વાત કરીએ તો તેમાં એક નવી ગ્રિલ, સુઝુકી કનેક્ટ ટેલિમેટિક્સ અને 7 ઈંચની સ્માર્ટપ્લે પ્રો ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. CNG વર્ઝન, જે અત્યારે માત્ર VXi વર્ઝનમાં રજૂ કરવામાં આવ્યું છે તેને અપડેટ કરીને ટૂંક સમયમાં જ ZXiવર્ઝનમાં લોન્ચ કરવામાં આવી શકે છે.
મારુતિ અર્ટિગા 2022ના CNG વેરિઅન્ટમાં પણ ફેરફાર થશે
અપકમિંગ અર્ટિગા 2022 મોડલને સામાન્ય કોસ્મેટિક અપડેટની સાથે અને કેટલાક એડવાન્સ ફીચર્સથી સજ્જ હશે. તે સિવાય આ ન્યૂ જનરેશન કારમાં નવું એન્જિન અને ટ્રાન્સમિશન મળશે. મારુતિ અર્ટિગા 2022 CNG વેરિઅન્ટમાં પણ અપડેટ હશે.
2022 મારુતિ અર્ટિગા એન્જિન
નવી મારુતિ સુઝુકી અર્ટિગાના એન્જિનની વાત કરીએ તો તેમાં 1.5 લિટર, ડ્યુઅલ જેટ ડ્યુઅલ VVT એન્જિન આપવામાં આવશે, જે સ્માર્ટ હાઈબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ હશે. આ મોટરને ન માત્ર 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે રજૂ કરવામાં આવશે, પરંતુ પેડલ શિફ્ટર્સની સાથે એક નવા 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ આપવામાં આવશે, જેમાં આ ગાડી વધુ મોર્ડન થઈ જાય છે.
મારુતિ આ 6 કારોને ટૂંક સમયમાં લોન્ચ કરશે
મારુતિ સુઝુકી 2022ના મિડ સુધી 6 નવા મોડલ લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે. તેમાં બલેનો CNG વેરિઅન્ટ, અપડેટેડ વિટારા બ્રેઝા CNG અને ડ્યુઅલજેટથી સજજ ઈગ્નિસ અને એસ-પ્રેસો કાર સામેલ છે. તેના પછી મારુતિ ઓલ ન્યુ ક્રેટા મિડ સાઈઝ SUV લોન્ચ કરવાની છે, જેને ટોયોટાની સાથે મળીને ડેવલપ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.