મારુતિ ડીઝાયરનું ડીઝલ મોડેલ બંધ થયું, 1 એપ્રિલથી લાગુ થનારા BS6 નોર્મ્સના કારણે નિર્ણય લેવાયો

Maruti Dzire diesel model closed, decision made on 1st April due to BS6 norms
X
Maruti Dzire diesel model closed, decision made on 1st April due to BS6 norms

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 11:49 AM IST

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકીએ તેની પોપ્યુલર સબ-કોમ્પેક્ટ સિડેન કાર ડીઝાયરનું ડીઝલ મોડેલ બંધ કરી દીધું છે. કંપનીએ તાજેતરમાં જ મારુતિ ડીઝાયરનું ફેસલિફ્ટ મોડેલ લોન્ચ કર્યું હતું, જેને ફક્ત પેટ્રોલ એન્જિનમાં માર્કેટમાં ઉતારવામાં આવ્યું છે. અગાઉ મારુતિએ નવી બ્રેઝાને ફક્ત પેટ્રોલ એન્જિનમાં જ લોન્ચ કર્યું હતું, જે પહેલાં ફક્ત ડીઝલ એન્જિનમાં આવતી હતી.

મારુતિ સુઝુકીએ ગયા વર્ષે એપ્રિલમાં જ જાહેરાત કરી દીધી હતી કે, તે એપ્રિલ 2020થી BS6 લાગુ કરવાની સાથે જ ડીઝલ ગાડીઓ બંધ કરી દેશે. જેના કારણે મારુતિ એક પછી એક તેની ડીઝલ ગાડીઓ બંધ કરી રહી છે.

ડીઝાયરની એન્જિન ડિટેલ્સ

મારુતિ ડીઝાયરના ડીઝલ મોડેલમાં 1.3 લિટરનું ડીઝલ એન્જિન મળે છે. આ 73 bhp પાવર અને 200 Nm ટોર્ક જનરેટ કરે છે. આ જ એન્જિન મારુતિની અનેક ગાડીઓમાં પણ આપવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ ગાડીઓ પણ બંધ થઈ જશે.

ડિમાન્ડ વધશે તો મારુતિ ડીઝલ કાર્સ લાવશે

મારુતિ સુઝુકીએ થોડા દિવસો પહેલા નવું 1.5 લિટર 4 સિલિન્ડર ડીઝલ એન્જિન ડેવલપ કર્યું છે. આ એન્જિન મારુતિ સિયાઝ અને અર્ટિગામાં આપવામાં આવ્યું છે. જો કે, હજી કંપનીએ આ એન્જિનને BS6માં અપગ્રેડ કરવાને લઇને કોઈ પુષ્ટિ નથી કરી. મારુતિએ કહ્યું છે કે, BS6 લાગુ થયા બાદ ડીઝલ ગાડીઓની ડિમાન્ડ વધશે તો થોડા સમય પછી નવી ડીઝલ ગાડીઓ લાવવામાં આવશે. પરંતુ આ સંપૂર્ણ રીતે માર્કેટ પર આધારિત છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી