નવેમ્બર સેલ્સ 2020:ટોપ-10 હેચબેક અને SUVમાં મારુતિનું વર્ચસ્વ રહ્યું, સ્વિફ્ટ ટોપ સેલિંગ કાર બની, હ્યુન્ડાઇની આ ગાડીઓ ડિમાન્ડમાં રહી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટોમોબાઈલ કંપનીઓએ નવેમ્બર સેલ્સનો ડેટા રિલીઝ કરી દીધો છે. નવેમ્બરમાં પણ કારના વેચાણ પર કોવિડની અસર જોવા મળી છે. છેલ્લા કેટલાક મહિનામાં ઓટો ઇન્ડસ્ટ્રીમાં ભલે સુધારો જોવા મળ્યો હોય પરંતુ આ આંકડાઓ ગયા વર્ષની તુલનામાં નિરાશાજનક છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં નવેમ્બરમાં 2,86,469 યૂનિટ વેચાયાં હતાં. સપ્ટેમ્બર 2020ની તુલનામાં 35% અને ઓક્ટોબર 2020ની તુલનામાં 15%નો ગ્રોથ રહ્યો.

મારુતિનું વર્ચસ્વ અકબંધ રહ્યું
નવેમ્બર 2020માં જે ટોપ-10 હેચબેક અને SUVનું વેચાણ થયું તેમાં મારુતિનું વર્ચસ્વ જોવા મળ્યું છે. મારુતિના 4 મોડલ્સ સ્વિફ્ટ, બલેનો, વેગનઆર, અલ્ટો, ડિઝાયર, ઇકો અને અર્ટિગા ટોપ-10 પોતાની જગ્યા બનાવવામાં સફળ થઈ છે. તેમજ, હ્યુન્ડાઇની 2 (ક્રેટા અને ગ્રાન્ડ i10) અને કિઆ સોનેટ પણ પોતાની જગ્યા બનાવવામાં સફળ રહી. નવેમ્બર 2019માં મારુતિની બ્રેઝા અને S-Presso ટોપ-10નો ભાગ હતી, જે આ વખતે લિસ્ટમાંથી બહાર નીકળી છે. તેમજ, હ્યુન્ડાઇની એલિટ i20 અને કિઆ સેલ્ટોસ આ લિસ્ટમાંથી બહાર રહી.

સ્વિફ્ટ મોસ્ટ સેલિંગ કાર રહી
નવેમ્બરમાં લોકોએ મારુતિ સ્વિફ્ટને સૌથી વધુ પસંદ કરી. આ કારનાં 18,498 યૂનિટ વેચાયાં છે. જો કે, સ્વિફ્ટના નવેમ્બર 2019માં 19,314 યૂનિટ વેચાયાં છે. એટલે કે સ્વિફ્ટના 816 યૂનિટ ઓછા વેચાયાં છે. આની જેમ જ બલેનોના 17,872 યૂનિટ વેચાયાં. જે ગયા વર્ષે નવેમ્બર કરતાં 175 યૂનિટ ઓછાં હતાં. આ દરમિયાન કંપનીને અલ્ટોના વેચાણમાં તેજી મેળવી છે. કંપનીએ નવેમ્બર 2019માં 15,086 યૂનિટ વેચ્યાં હતાં, જ્યારે ગયા મહિને તેણે 15,321 યૂનિટ વેચ્યાં હતાં. એટલે કે 235 યૂનિટ વધુ વેચ્યાં છે.

સોનેટની એન્ટ્રી થઈ
કિઆની નવી કોમ્પેક્ટ SUV સોનેટ પણ લોકો ગમી રહી છે. આ કારે ટોપ-10 લિસ્ટમાં તેની જ સેલ્ટોસને રિપ્લેસ કરી દીધી છે. નવેમ્બરમાં સોનેટ 11,417 યૂનિટનાં વેચાણ સાથે સાતમા સ્થાને રહી. જો કે, ગયા વર્ષે નવેમ્બરમાં સેલ્ટોસ 14,005 યૂનિટ સાથે છઠ્ઠા નંબરે રહી. ગયા મહિને મારુતિ ટોપ-5 પોઝિશન પર જોવા મળી હતી.
મહિન્દ્રા થાર, ટાટા અલ્ટ્રોસ, નિસાન મેગ્નાઇટ જેવી અન્ય ઓટોમોબાઈલ કંપનીઓની લોકપ્રિય કાર પણ ગત મહિનામાં વેચાઇ છે, પરંતુ તે ટોપ-10માં સ્થાન મેળવવામાં નિષ્ફળ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...