ન્યૂ લોન્ચ:મારુતિની Celerio X નવાં BS6 એન્જિન સાથે લોન્ચ, પ્રારંભિક કિંમત 4.90 લાખ રૂપિયા

ઓટો2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિય માર્કેટમાં તેની એક પછી એક ગાડીઓ અપડેટ કરી રહી છે. 1 એપ્રિલથી દેશમાં વ્હીકલ્સ માટે BS6 એમિશન નોર્મ્સ લાગુ થવાના છે. તેની પહેલાં જ કંપનીએ માર્કેટમાં તેની નવી હેચબેક કાર મારુતિ Celerio Xને BS6 એન્જિન સાથે લોન્ચ કરી દીધી છે. આ કારની પ્રારંભિક કિંમત 4.90 લાખ રૂપિયા રાખવામાં આવી છે.
નવી મારુતિ Celerio X કુલ 4 વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવી છે, જેમાં VXi, VXi (O), ZXi અને ZXi (O) સામેલ છે. જૂનાં મોડેલ કરતાં આ કારમાં સરેરાશ 15,000 રૂપિયા સુધીનો ભાવવધારો જોવા મળ્યો છે. તેનાં ટોપ વેરિઅન્ટની કિંમત 5.67 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો કે, આ કારની ડિઝાઇનમાં કંપનીએ કોઈ ફેરફાર નથી કર્યો.
કંપનીએ આ કારને ખાસ કરીને યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને માર્કેટમાં લોન્ચ કરી છે. તેને બ્રાઇટ કલરથી સજાવવામાં આવી છે. આ ઉપરાંત, કોસ્મેટિક ફેરફાર તરીકે આ કારમાં X શેપનું બંપર આપવામાં આવ્યું છે. કારના રિઅરમાં સ્પોર્ટી લુક આપવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાં કંપનીએ રૂફ રેલ પણ આપ્યું છે.

એન્જિન ડિટેલ્સ
મારુતિ Celerio Xમાં કંપનીએ 1.0 લિટરની કેપેસિટીના K-Series એન્જિનનો પ્રયોગ કર્યો છે. 3 સિલિન્ડરયુક્ત આ એન્જિન 68bhp પાવર અને 90Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. આ સિવાય આ કાર ઓટોમેટિક ગિયરબોક્સના ઓપ્શનમાં પણ અવેલેબલ છે.

ફીચર્સ
નવાં BS6 એન્જિન અને આ કોસ્મેટિક ફેરફાર સિવાય કંપનીએ આ કારમાં અન્ય કોઈ ફેરફાર નથી કર્યો. આ કારમાં કંપનીએ ડ્યુઅલ એરબેગ્સ, સીટ બેલ્ટ રિમાઇન્ડર, એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યૂશન, હાઇસ પ્ડી અલર્ટ, રિર પાર્કિંગ સેન્સર અને પેડેસ્ટ્રિયન પ્રોટેક્શન જેવાં ફીચર્સ પણ ઉમેર્યાં છે.