તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:મારુતિને ઈનપુટ કોસ્ટ નથી પરવડી રહી, સપ્ટેમ્બર મહિનાથી તમામ કારની કિંમત વધારશે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે અત્યાર સુધી મારુતિએ કારની કિંમતમાં 3 વખત ભાવવધારો કર્યો
  • સેમીકન્ડક્ટરની ઊણપ અને ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં કંપનીએ કિંમત વધારવાનો નિર્ણય કર્યો

જો તમે મારુતિ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે હવે વધારે પૈસા આપવા પડશે. કંપનીએ જણાવ્યું કે, ઈનપુટ કોસ્ટ સતત વધી રહી છે તેથી તે સપ્ટેમ્બરમાં તમામ મોડેલ્સની કિંમતમાં વધારો કરશે. કંપનીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં કહ્યું છે કે, છેલ્લાં 1 વર્ષમાં વિવિધ ઈનપુટ ખર્ચામાં વૃદ્ધિને કારણે કંપનીના ખર્ચામાં વધારો થયો છે. એક વર્ષમાં ચોથી વખત મારુતિની કાર મોંઘી થશે.

તમામ મોડેલ્સની કિંમત વધશે
કંપનીને ઈનપુટ કોસ્ટ ન પરવડતી હોવાથી ભાવવધારો કરી તેને ગ્રાહકો પાસેથી વસૂલશે. કંપનીની તમામ કારની કિંમતમાં ભાવવધારો અમલી બનશે. જોકે તે કેટલો હશે તે હજુ સ્પષ્ટ થયું નથી. હાલ કંપનીની એન્ટ્રી લેવલ કાર અલ્ટોથી લઈને ટોપ મોડેલ s-ક્રોસની પ્રારંભિક એક્સ શૉ રૂમ કિંમત 2.99 લાખ રૂપિયાથી લઈને 12.39 લાખ રૂપિયા છે.

અત્યાર સુધીમાં 3 વખત ભાવવધારો કર્યો
આ વર્ષે જ કંપની 3 વખત ભાવવધારો કરી ચૂકી છે. જાન્યુઆરીમાં કંપનીએ 34 હજાર સુધીનો ભાવવધારો કર્યો હતો. એપ્રિલમાં કેટલાક મોડેલ્સ પર 22,500 રૂપિયા વધાર્યા હતા. જુલાઈ મહિનામાં પણ કંપનીએ કિંમતો વધારી હતી. હવે કંપની ચોથી વખત કિંમત વધારવા જઈ રહી છે.

ભાવવધારાના 3 મુખ્ય કારણ

  • સ્ટીલ મોંઘું: કાચા માલની કિંમત વધવાથી કંપનીએ ભાવવધારો કર્યો છે. સ્ટીલની કિંમત વધી છે. 1 વર્ષમાં સ્ટીલની કિંમતમાં 50%નો વધારો થયો છે.
  • સેમીકન્ડક્ટરની ઊણપ: દુનિયાભરમાં સેમીકન્ડક્ટરની સપ્લાય- ડિમાન્ડ ચેન ખોરવાઈ છે. મહામારી અને ખરાબ વાતાવરણને લીધે સેમીકન્ડક્ટર બનાવતી ઘણી કંપનીના પાડ્યા પડી ગયા છે. કાર મેકર્સ વધારે રૂપિયા આપી તેની ખરીદી કરવા મજબૂર બન્યા છે.
  • ટ્રાન્સપોર્ટેશન મોંઘું: બહારથી આવતી ગાડી પર વધારે ટેક્સ લાગી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી જવાથી ટ્રાન્સપોર્ટેશન મોંઘું થયું છે. આ તમામ વસ્તુની અસર ગાડીની કિંમત પર પડી રહી છે.

મારુતિ અરેનાના તમામ મોડેલ્સની વર્તમાન કિંમત

મોડેલએક્સ શૉ રૂમ કિંમત
અલ્ટો3.00 લાખ રૂપિયા
સેલેરિયો4.66 લાખ રૂપિયા
સેલેરિયો એક્સ5.12 લાખ રૂપિયા
ડિઝાયર5.98 લાખ રૂપિયા
ઈકો4.09 લાખ રૂપિયા
અર્ટિગા7.82 લાખ રૂપિયા
S-પ્રેસો3.78 લાખ રૂપિયા
સ્વિફ્ટ5.81 લાખ રૂપિયા
વિટારા બ્રેઝા7.52 લાખ રૂપિયા
વેગનઆર4.81 લાખ રૂપિયા

મારુતિ નેક્સાના તમામ મોડેલ્સની વર્તમાન કિંમત

મોડેલએક્સ-શૉ રૂમની કિંમત
ઈગ્નિસ4.96 લાખ રૂપિયા
બલેનો5.98 લાખ રૂપિયા
સિયાઝ8.52 લાખ રૂપિયા
S-ક્રોસ8.39 લાખ રૂપિયા
XL69.95 લાખ રૂપિયા
અન્ય સમાચારો પણ છે...