તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SUVની ડિમાન્ડ:મારુતિ બ્રેઝા,નેક્સન અને સોનેટ જૂન 2021માં સૌથી વધુ વેચાયેલી SUV હતી, બ્રેઝાની ડિમાન્ડ સૌથી વધારે

એક મહિનો પહેલા

કોવિડના કેસમાં ઘટાડો અને લોકડાઉન ખુલવાને કારણે કારના વેચાણને ગ્રીન સિગ્નલ મળ્યું છે. ફાડાના અનુસાર, જૂનમાં ગાડીઓના રજિસ્ટ્રેશનમાં વાર્ષિક 22.62%નો વધારો થયો છે. ખાસ વાત એ છે કે, જૂનમાં લક્ઝરી અને SUV કારની ડિમાન્ડમાં તેજી જોવા મળી છે. મારુતિથી લઈને હ્યુન્ડાઈ, ટાટા, મહિન્દ્રા જેવી તમામ કંપનીઓની SUVની ડિમાન્ડમાં તેજી જોવા મળી છે. આવી સ્થિતિમાં તમે પણ SUV ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જૂનમાં કઈ SUV સૌથી વધુ વેચાઈ, એ આંકડા પણ જોઈ લો.

બ્રેઝાની ડિમાન્ડ સૌથી વધારે
મારુતિની મોટાભાગની કાર ટોપ 10ના લિસ્ટમાં હંમેશાં સામેલ હોય છે. પરંતુ આ વખતે બ્રેઝા ઓવરઓલ સેગમેન્ટના ટોપ-5માં જગ્યા બનાવવામાં સફળ રહી. જૂનમાં બ્રેઝાના 12,833 યુનિટ વેચાયા. વાર્ષિક ધોરણે તેના 6,805થી વધુ યુનિટ વેચાયા છે. જૂન 2020માં બ્રેઝાના 4,542 યુનિટ વેચાયા હતા. આવી જ રીતે બ્રેઝા SUV સેગમેન્ટમાં જૂનમાં સૌથી વધુ વેચાયેલી કાર બની ગઈ. તેનો મંથલી ગ્રોથ 182.54% હતો.

વાર્ષિક આધારે મારુતિ બ્રેઝામાં લગભગ ત્રણ ગણી વૃદ્ધિ જોવા મળી છે. તેમજ ટાટા નેક્સનમાં અઢી ગણી વધારે વૃદ્ધિ જોવા મળી. જો કે, SUV સેગમેન્ટની લગભગ તમામ ગાડીઓને વાર્ષિક આધારે શાનદાર ગ્રોથ મળ્યો છે. કિઆ 5,963 યુનિટના વેચાણની સાથે તે ટોપ-5માં જગ્યા બનાવવામાં સફળ રહી.

મેગ્નાઈટ ટોપ-10માં સામેલ થઈ
નિસાનની મેગ્નાઈટ ગત વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ થઈ હતી. એટલે કે 7 મહિના દરમિયાન આ કારને પણ સારો રિસ્પોન્સ મળ્યો છે. કંપનીએ તેને ખાસ ઓફર અંતર્ગત લોન્ચ કરી હતી, જેનો ફાયદો તેને મળ્યો. જૂનમાં મેગ્નાઈટના 3252 યુનિટ વેચાયા. આવી જ રીત SUV અને મિડ SUV સેગમેન્ટમાં તે 9માં સ્થાને છે.