વેચાણ / હ્યુન્ડાઈ વેન્યૂને પાછળ પાડી મારુતિ બ્રેઝા ફરી નંબર-1 બની, સપ્ટેમ્બરમાં 10,362 યૂનિટ્સ વેચાયાં

Maruti Brezza back as no.1 in selling, 10,362 units sold in September

Divyabhaskar.com

Oct 09, 2019, 03:28 PM IST

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા માટે જુલાઈ અને ઓગસ્ટ મહિનો સારો નહોતો રહ્યો. આ બે મહિનામાં મારુતિ બ્રેઝાના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઉપરાંત, સબ-કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં લાંબા સમયથી વેચાણની દ્રષ્ટિએ નંબર-1 પર રહેનારી બ્રેઝા આ બે મહિનામાં હ્યુન્ડાઇ વેન્યુથી પાછળ રહી ગઈ. જુલાઈ અને ઓગસ્ટમાં વેન્યૂ સૌથી વધુ વેચાનારી સબ-કોમ્પેક્ટ SUV રહી. પરંતુ સપ્ટેમ્બરમાં બ્રેઝાએ ફરી નંબર-1 પર કમબેક કરી લીધું છે.

મારુતિ સુઝુકીએ સપ્ટેમ્બરમાં 10,362 બ્રેઝા વેચી છે. તેની તુલનામાં વેન્યૂનું વેચાણ 7,942 યૂનિટ્સ રહ્યું છે. જુલાઈ અને અને ઓગસ્ટના આંકડા અનુસાર જોઇએ તો વેન્યૂનાં વેચાણમાં ઘટાડો થયો છે. હ્યુન્ડાઇએ જુલાઈમાં 9,585 યૂનિટ્સ અને ઓગસ્ટમાં 9,342 યૂનિટ્સ વેચ્યાં હતાં. બીજીબાજુ, મારુતિ બ્રેઝાના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. જુલાઇમાં બ્રેઝાનું વેચાણ 5,302 યૂનિટ્સ અને ઓગસ્ટમાં 7,109 યૂનિટ્સ હતું.

મારુતિ બ્રેઝાનું વેચાણ વધવા પાછળ અનેક કારણો છે, જેમાં અટ્રેક્ટિવ સ્કીમ અને સ્પેશિયલ એડિશન મોડલ સામેલ છે. મારુતિ સુઝુકીએ તાજેતરમાં બ્રેઝા પર 5-વર્ષ/1 લાખ કિમીની વોરંટીની ઓફર પણ રજૂ કરી છે.

બ્રેઝાનો પાવર અને કિંમત
બ્રેઝા ફક્ત ડીઝલ એન્જિનમાં આવે છે. તેમાં 1.3 લિટર DDiS ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 89 Bhp પાવર અને 200 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને 5-સ્પીડ AMT ગિયરબોક્સના ઓપ્શન ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે આ SUVનું માઇલેજ 24.29 કિલોમીટર પ્રતિ લિટર છે. મારુતિ બ્રેઝાની પ્રારંભિક કિંમત 7.63 લાખ રૂપિયા છે.

X
Maruti Brezza back as no.1 in selling, 10,362 units sold in September

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી