તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેકન્ડ હેન્ડ કારની બોલબાલા:મારુતિ 800 ₹30,000માં તો ₹4 લાખમાં લક્ઝરી સિયાઝ મળી રહી છે, 6 મહિનાની વોરંટી અને ફ્રી સર્વિસ પણ મળશે

3 મહિનો પહેલા

કોવિડ-19 રોગચાળાને કારણે દેશભરમાં જૂની ગાડીઓની માગમાં વધારો થયો છે. લોકોનું માનવું છે કે, પબ્લિક ટ્રાન્સપોર્ટની સરખામણીએ પોતાનું વાહન વધુ સુરક્ષિત છે. આ જ કારણ છે કે, છેલ્લાં એક વર્ષમાં લગભગ 40 લાખ સેકન્ડ હેન્ડ કારનું વેચાણ થયું છે. સેકન્ડ-હેન્ડ કારમાં પણ મારુતિ સુઝુકીની વધુ ડિમાન્ડ છે. કંપનીએ તેની નવી ગાડીઓને 1.6% સુધી મોંઘી કરી દીધી છે. જેના કારણે તેની સૌથી સસ્તી ગાડી અલ્ટોના ભાવ પણ 12,500 રૂપિયા વધી ગયા છે.

જે લોકો મારુતિની સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માગે છે તેમના માટે ટ્રુ વેલ્યૂ એ બેસ્ટ ઓપ્શન છે. આ મારુતિની ઓફિશિયલ સેકન્ડ હેન્ડ કારની ખરીદી અને વેચાણનો શોરૂમ છે. અહીંથી મળતી સેકન્ડ હેન્ડ કાર્સ પર એક વર્ષની વોરંટી અને 3 વર્ષની ફ્રી સર્વિસ પણ મળે છે.

8013 યુઝ્ડ કાર અવેલેબલ
ટ્રુ વેલ્યુના દેશભરમાં સેંકડો શોરૂમ છે. જે ગ્રાહકો શો રૂમની મુલાકાત લેવા નથી માગતા તેઓ આની ઓફિશિયલ વેબસાઇટ પર જઇને પણ આ કાર વિશે માહિતી મેળવી શકે છે. અહીં શહેર પસંદ કરવાનો ઓપ્શન પણ છે. 14 મેના રોજ વેબસાઇટ પર 8,013 વપરાયેલી કાર પડી હતી. તેમાંથી સૌથી સસ્તી છે મારુતિ 800 AC. જેની કિંમત 30 હજાર રૂપિયા છે. અહીં તમને સારી કન્ડિશનવાળી અલ્ટો કાર 35,000 રૂપિયામાં મળી જશે. એ જ રીતે, લક્ઝરી સિયાઝ 4 લાખમાં ખરીદી શકાય છે.

કંપની ટ્રુ વેલ્યુ સર્ટિફિકેટ પણ આપશે
કંપની જે સેકન્ડ હેન્ડ કાર સાથે ટ્રુ વેલ્યુ સર્ટિફિકેટ આપી રહી છે તેની સંખ્યા 2,348 છે. કંપની આ સર્ટિફિકેટવાળી કાર પર ઓછામાં ઓછી 6 મહિનાની વોરંટી અને 3 ફ્રી સર્વિસ પણ આપે કરે છે. જો કે, આવી કારની પ્રારંભિક કિંમત 1.20 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કારનું મોડેલ, વર્ષ, વેરિઅન્ટ (પેટ્રોલ, ડીઝલ, સીએનજી), કિલોમીટર રનિંગની ડિટેલ્સ પણ આપવામાં આવેલી હોય છે. તેમજ, કારનો ઓરિજિનલ ફોટો પણ હોય છે.

EMI પર પણ કાર ખરીદી શકાય છે
દરેક કાર પાસે EMI કેલ્ક્યુલેટર હોય છે. તમે લોન અમાઉન્ટ અને ઇન્ટરેસ્ટ રેડ અનુસાર તેની ગણતરી કરી શકો છો. ઉદાહરણ તરીકે, અહીં તમે 1.50 લાખ રૂપિયામાં અલ્ટો 800 LXI ખરીદી શકો છો. આ સ્થિતિમાં જો તમે 30 હજાર રૂપિયાનું ડાઉન પેમેન્ટ કરીને 1.20 લાખ રૂપિયાની લોન લો તો 14% વ્યાજ સાથે 60 મહિના (5 વર્ષ) માટેની મન્થલી EMI 2,792 રૂપિયા થશે. ઇન્ટરેસ્ટ રેટ ઓછો હશે તો EMI ઘટી જશે.

ઇઝી ડોક્યુમેન્ટેશન
તમારે અહીંથી કાર ખરીદવા માટે ડોક્યુમેન્ટેશન પણ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. કંપની કારના ટ્રાન્સફર પેપરથી લઇને NOC અને અન્ય પેપર્સ તમને એક જગ્યાએ જ આપશે. અહીંથી તમે મારુતિના તમામ મોડેલ્સ જેમ કે, અલ્ટો, વેગનઆર, સ્વિફ્ટ, ડિઝાયર, ઇકો, રિટ્ઝ, S-Cross, બલેનો, બ્રેઝા, ઇગ્નિસ, સેલેરિયો, એ-સ્ટાર, S-Presso, જિપ્સી, XL6 અથવા અન્ય ગાડીઓ ખરીદી શકો છો.