અપકમિંગ:ડિસેમ્બરમાં સુપરબાઇક્સથી લઇને EV સહિત અનેક નવાં વ્હીકલ્સ લોન્ચ થઈ રહ્યાં છે, સ્પેસિફિકેશન્સ અને ફીચર્સ કેટલાં એડવાન્સ હશે ચેક કરી લો

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે આ મહિને કોઈ નવું ટૂ-વ્હીલર અથવા ગાડી ખરીદવાની તૈયારી કરી રહ્યા હો તો અહીં તમને ડિસેમ્બર મહિનામાં લોન્ચ થનારી બાઇક્સ અને ગાડીઓ વિશે જણાવવામાં આવ્યું છે. આમ તો ડિસેમ્બર જે સામાન્ય રીતે ડોમેસ્ટિક ઓટો ઇન્ડસ્ટ્રીમાં વર્ષનો સૌથી ડ્રાય મહિનો હોય છે તેમ છતાં કેટલીક કંપનીઓ છે જે ડિસેમ્બરમાં પણ નવી પ્રોડક્ટની લોન્ચિંગની તૈયારીઓ કરી રહી છે. આ લિસ્ટમાં હાર્લે ડેવિડસન, KTM સહિત અનેક નવી બાઇક્સ અને ગાડીઓ સામેલ કરવામાં આવી છે. ચાલો તેની એક્સપેક્ટેડ કિંમત અને સ્પેસિફિકેશન્સ વિશે જાણીએ...

હાર્લી ડેવિડસન સ્પોર્ટ્સ્ટર S
હાર્લી ડેવિડસન ઇન્ડિયાએ પહેલેથી જ જાહેરાત કરી છે કે તે આ મહિને નવી સ્પોર્ટસ્ટર S લોન્ચ કરશે. આ લોન્ચ આગામી ઈન્ડિયા બાઇક વીક દરમિયાન થશે, જે 4-5 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે. હાર્લીએ દેશમાં તેની આગામી લોન્ચ થનારી બાઇક માટે પ્રિ-બુકિંગ પણ શરૂ કરી દીધું છે.

KTM RC390
આ વર્ષની શરૂઆતમાં નવી RC200ના લોન્ચિંગ પર KTMએ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં ભારતમાં પણ ન્યૂ જનરેશન RC390 લોન્ચ કરશે. જૂની KTM RC390ની સરખામણીએ આ નવી બાઇકને નવી ડિઝાઇન આપવામાં આવી છે અને તેનું વજન પણ જૂના મોડલ કરતાં લગભગ 7 કિલો ઓછું છે.

કરન્ટ KTM RC390માં BS6 સાથે 373.2cc સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે, જે મેક્સિમમ 43.5 PS પાવર અને 37 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. મોટર 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલી છે. ન્યૂ જનરેશન KTM RC390ની એક્સ-શો રૂમ કિંમત 3 લાખ રૂપિયા કરતાં ઓછી હોવાની અપેક્ષા છે.

કાવાસાકી W175
કાવાસાકી W175 બાઇક પણ ભારતીય બાઇક વીક ઇવેન્ટમાં લોન્ચ થાય એવી શક્યતા છે. તેની પ્રારંભિક કિંમત રૂ. 1.75 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવે એવી ધારણા છે. જો આ ભાવમાં બાઇક લોન્ચ થઈ તો તે દેશની સૌથી સસ્તી કાવાસાકી બાઇકગણાશે. કાવાસાકી W175 ઇન્ટરનેશનલ કાર્બ્યુરેટેડ 177cc એર-કૂલ્ડ મોટર સાથે આવે છે, જે 7,500rpm પર 13PS અને 6,000rpm પર 13.2Nm જનરેટ કરે છે.

જો કે, ઈન્ડિયા-સ્પેક મોડેલમાં ફ્યુઅલ-ઈન્જેક્શન સિસ્ટમ આપવામાં આવી છે, જે થ્રોટલ રિસ્પોન્સમાં સુધારો કરશે. બાઇકમાં રિઅર ડ્રમ બ્રેક સાથે 220 mm ડિસ્ક અપફ્રન્ટ સાથે જોડાયેલા સિંગલ ચેનલ ABSને મળી શકે છે. કાવાસાકી W175માં ટ્યૂબલેસ ટાયર અને સ્પોક વ્હીલ્સ મળશે.

યેઝદી રોડકિંગ ADV
વર્ષ 1996 સુધી ભારતના રસ્તાઓ પર ઝૂમ ઝૂમ કરીને દોડનારી અને લોકોના દિલ પર રાજ કરનારી યેઝદી બાઇક્સ ફરી એકવાર માર્કેટમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. મોટરબીમના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ટેલિવિઝન કોમર્શિયલ (TVC) શૂટ દરમિયાન આ કંપનીની ત્રણ બાઇક જોવા મળી છે. યેઝદીની આ બાઇક્સના નામ એડવેન્ચર, સ્ક્રેમ્બલર અને રોડકિંગ રાખવામાં આવ્યા છે. હિમાલયની દેખાતી ADV ટૂંક સમયમાં દેશમાં લોન્ચ થાય એવી શક્યતા છે. જ્યારે આ ADVની લોન્ચિંગ ડેટ અંગે કોઈ પુષ્ટિ નથી થઈ. પરંતુ તે આગામી થોડા અઠવાડિયાંમાં વેચાણ માટે તૈયાર થઈ જશે.

આ મહિને BMWથી લઇને ફોક્સવેગન સુધી મોટી બ્રાંડ તેની લેટેસ્ટ ગાડીઓ શોકેસ કરવા જઈ રહી છે. તેમાં કિઆ અને ટાઇગુનની ગાડીઓ પણ સામેલ છે. તો ચાલો આ ગાડીઓ વિશે જાણીએ...

ફોક્સવેગન ટાઇગુન
ભારતમાં તેની ફર્સ્ટ કોમ્પેક્ટ SUV ફોક્સવેગન ટાઇગુન રજૂ કર્યા બાદ હવે કંપની ફેસલિફ્ટ વર્ઝન પ્રીમિયમ SUV ટાઇગુનને 7 ડિસેમ્બરના રોજ લોન્ચ કરશે. ફોક્સવેગને આ વર્ષે માર્ચમાં નવી ટાઇગુન શોકેસ કરી હતી. ત્યારબાદ ઓફિશિયલ લોન્ચિંગ કોરોનાને કારણે પોસ્ટપોન થયું હતું. ગયા મહિને ટાઇગુનને પ્રોડક્શન માટે મોકલવામાં આવી છે. તેમાં મોડર્ન ડેશબોર્ડ લેઆઉટ સાથે પ્રીમિયમ ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે.
આ કારમાં 10 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, એમ્બિઅન્ટ લાઇટિંગ, ક્રૂઝ કન્ટ્રોલ, ડ્યુઅલ ક્લાયમેટ ઝોન, હીટેડ ORVMs, લેન આસિસ્ટ અને મલ્ટિફંક્શનલ સ્ટિયરિંગ વ્હીલ સાથે મલ્ટિપલ એરબેગ્સ, રિઅર પાર્કિંગ કેમેરા સહિત અનેક સ્પેશિયલ અને સેફ્ટી ફીચર્સ મળશે. આ કારની ટક્કર હ્યુન્ડાઈ ટસ્કન, જીપ કંપસ અને સિટ્રોઝેન C5 એરક્રોસ સાથે થશે.

BMW iX ઇલેક્ટ્રિક SUV
BMW તેની ફર્સ્ટ ઇલેક્ટ્રિક કાર ઇન્ડિયન માર્કેટમાં લઇને આવી રહી છે. આ કારનું નામ BMW iX ઇલેક્ટ્રિક SUV હશે. આ કાર તાજેતરમાં જ ગ્લોબલ માર્કેટમાં શોકેસ થઈ હતી અને હવે તે ઇન્ડિયન માર્કેટમાં 13 ડિસેમ્બરે લોન્ચ થવાની છે. આ કાર ભારતમાં કમ્પ્લિટ બિલ્ટ યૂનિટ (CBU) રૂટ દ્વારા આવશે. આ કાર લક્ઝરી EV કાર મર્સિડીઝ બેન્ઝ EQC અને ઓડી ઇ-ટ્રોનને ટક્કર આપશે. BMW iX કાર 2 વર્ઝનમાં લોન્ચ થઈ શકે છે, જે X ડ્રાઇવ 40 અને X ડ્રાઇવ 50 હશે.
ફર્સ્ટ વેરિઅન્ટની કારને 326 Hp પાવર અને 630 Nm ટોર્ક મળશે, જે યુઝર્સને સિંગલ ચાર્જ પર 414 કિમીની રેન્જ આપશે. સેકન્ડ જનરેશનમાં યુઝર્સને સિંગલ ચાર્જમાં 611 કિમીની ડ્રાઇવિંગ રેન્જ મળશે.

કિઆ કારેન્સ
લીક થયેલા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, કિઆ કારેન્સમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ દેશની પહેલી એવી કાર હશે, જેમાં 3 રોમાં બેસનારા પેસેન્જર માટે 6 USB-C ચાર્જિંગ પોર્ટ આપવામાં આવશે, જે યુઝર્સ માટે બહુ ઉપયોગી સાબિત થશે. નવી કિઆ કારેન્સની કિંમત 15 લાખ રૂપિયાથી લઇને 20 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. જો કે, આ અંગે હજી ઓફિશિયલ અનાઉન્સમેન્ટ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...