• Gujarati News
  • Utility
  • Automobile
  • Many Companies Including Tata, Hyundai, Honda Have Increased The Prices Of Vehicles From January. Before Buying, Find Out Which Model Will Cost How Much.

ભાવવધારો:ટાટા, હ્યુન્ડાઈ, હોન્ડા સહિત અનેક કંપનીઓએ જાન્યુઆરીથી ગાડીઓના ભાવ વધાર્યા, ખરીદતાં પહેલાં જાણી લો કયું મોડેલ કેટલા ભાવમાં પડશે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જો નવાં વર્ષમાં તમે નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમને તમારાં સપનાંની કાર લેવા માટે બજેટ વધારવું પડી શકે છે. નવું વર્ષ શરૂ થતાની સાથે જ ઓટોમોબાઇલ કંપનીઓએ તેમની ગાડીઓના ભાવ વધારી દીધા છે. જો કે, ડિસેમ્બર 2021માં જ એ નક્કી થઈ ગયું હતું કે જાન્યુઆરી 2022માં ગાડીઓ મોંઘી થઈ જશે. આ મહિનામાં અત્યાર સુધીમાં ઘણી ઓટોમોબાઇલ કંપનીઓએ પોતાની ગાડીઓ મોંઘી કરી પણ દીધી છે. જ્યાં હ્યુન્ડાઈએ પોતાના તમામ મોડેલ મોંઘા કરી દીધા છે. તો કિઆ અને MGએ પણ તમામ ગાડીઓના ભાવ વધારી દીધા છે. હોન્ડા, ટોયોટા અને ટાટાએ પણ કેટલાક મોડેલની કિંમતમાં વધારો કર્યો છે. એવી પણ ધારણા છે કે જે કંપનીઓએ અત્યાર સુધી ગાડીઓના ભાવ નથી વધાર્યા તેઓ પણ ટૂંક સમયમાં નવી કિંમતો લાગુ કરશે.

જો તમે હ્યુન્ડાઈ, હોન્ડા, કિઆ, ટોયોટા, ટાટા અને MGની ગાડી ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારે તમારું બજેટ વધારવું પડશે. તમારે કયા મોડેલ પર કેટલા વધુ પૈસા ખર્ચવા પડશે ચાલો જાણીએ...

અન્ય સમાચારો પણ છે...