મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે પોતાના ત્રણ મોડલો વેગેનર, સેલેરિયો અને ઈગ્નિસનાં 9,925 યૂનિટ માર્કેટમાંથી પાછા બોલાવ્યા. તેનું કારણ રિયર બ્રેકમાં અસેમ્બલી પિનમાં ખામી છે. આ કારની મેન્યુફેક્ચરિંગ ૩ ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી. રિપ્લેસમેન્ટ માટે તે પાર્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ઓથોરાઈઝ્ડ વર્કશોપ ગ્રાહકોને આ માટે સંપર્ક પણ કરશે.
પરફોર્મન્સ પર અસર પડી શકે
મારુતિએ BSE ફાઈલિંગમાં કહ્યું કે, ‘રિયર બ્રેક અસેમ્બલી પિનમાં ખામી હોઈ શકે, જે ટૂટી પણ શકે છે અને એક વિચિત્ર અવાજ પણ ઉત્પન્ન કરી શકે.’ લાંબા સમયમાં બ્રેક પરફોર્મન્સ પર પણ અસર પડી શકે છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સાવચેતીનાં પગલારૂપે શંકાસ્પદ વાહનોને પાછા બોલાવીને ચેકિંગ માટે ખામીયુક્ત પાર્ટ્સ બદલવાનો નિર્ણય લેવાયો છે.
ગયા વર્ષે 1,81,754 ગાડીઓને પરત બોલાવવામાં આવી હતી
ગત વર્ષે પણ મારુતિ સુઝુકીએ ભારતીય બજારમાં વેચાતી 1,81,754 ગાડીઓને રિકોલ કરી હતી. આ ગાડીઓનું ઉત્પાદન 4 મે, 2018થી 27 ઓક્ટોબર, 2020 વચ્ચે કરવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું છે કે, ‘આ કાર્સનાં સેફ્ટી ફીચર્સમાં થોડી ખરાબી આવી શકે છે. આ યાદીમાં સિયાઝ, એસ-ક્રોસ, વિટારા બ્રેઝા, 7 સીટર અર્ટિગા અને XL6નો સમાવેશ થાય છે.’
દેશમાં ગાડીનો રિકોલનાં મોટા કિસ્સા
ચાર ગણો પ્રોફિટ વધ્યો
મારુતિ સુઝુકીએ શુક્રવારનાં રોજ સપ્ટેમ્બર-2022નાં ત્રિમાસિક વેચાણના આંકડાઓ બહાર પાડ્યા હતા. સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ દર વર્ષે (YoY) ચાર ગણો વધારીને 2,062 કરોડ રુપિયા થઈ ગયો. કંપનીની રેવેન્યુ લગભગ 46% વધીને 29,931 કરોડ રુપિયા થઈ ગયો. જો કે, આ ત્રિમાસિક ગાળાનું વેચાણ વોલ્યુમ અગાઉના વર્ષની સરખામણીએ 36 ટકા વધીને 5,17,395 યુનિટ થયું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.