અપડેટ:મહિન્દ્રાની XUV 700માં સ્માર્ટ ડોર હેન્ડલ મળશે, જો કાર અનલોક થશે તો હેન્ડલ ઓટોમેટિકલી પોપ આઉટ કરશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્વદેશી ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રા આગામી થોડા અઠવાડિયાંમાં જ તેની નવી SUV મહિન્દ્રા XUV 700 લોન્ચ કરશે. કંપની આ કારને 75મા સ્વતંત્રતા દિવસ પર લોન્ચ કરી શકે છે. થોડા સમય પહેલા જ કંપનીએ આ કારનું વીડિયો ટીઝર લોન્ચ કર્યું હતું.

ટીઝરમાં જોવા મળ્યું સ્માર્ટ ડોર હેન્ડલ
કારના લેટેસ્ટ વીડિયો ટીઝરમાં સ્માર્ટ ડોર હેન્ડલ જોવા મળ્યું હતું. આ ફીચર દ્વારા વ્યક્તિ કારને અનલોક કરશે તો હેન્ડલ ઓટોમેટિકલી પોપ આઉટ કરે છે. તેને તમારી ચાવીથી પણ અનલોક કરી શકાય છે અથવા તો ડોર પર લાગેલું સેન્સર ટચ કરીને પણ તેને અનલોક કરી શકાય છે.

કાર ચાવીથી અથવા ડોર પર લાગેલું સેન્સર ટચ કરીને પણ અનલોક કરી શકાશે
કાર ચાવીથી અથવા ડોર પર લાગેલું સેન્સર ટચ કરીને પણ અનલોક કરી શકાશે

15 ઓગસ્ટે લોન્ચ થશે
અગાઉ કંપનીએ ગયા વર્ષે 15 ઓગસ્ટ 2020ના રોજ તેની લોકપ્રિય ઓફ રોડર મહિન્દ્રા થાર લોન્ચ કરી હતી અને હવે કંપની XUV700 સાથે નવી કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

નવું ફીચરઃ સ્પીડ લિમિટ માટે પર્સનલાઇઝ વોઇસ મેસેજ
એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, કંપની આ કારમાં પર્સનાઈઝ્ડ સેફ્ટી અલર્ટ્સ ફીચર પણ આપી રહી છે. જ્યારે પણ તમે સેટ કરેલી સ્પીડ લિમિટ પર ડ્રાઇવ કરશો તો કાર તમને પર્સનલાઇઝ્ડ ઓડિયો સેફ્ટી અલર્ટ મેસેજ આપશે.

આ ગાડીને ટક્કર મળશે
મહિન્દ્રા XUV700 ટાટા સફારી, MG હેક્ટર પ્લસ અને હ્યુન્ડાઇ અલ્કાઝર જેવી ગાડીઓને ટક્કર આપશે. આ કાર 15 લાખ રૂપિયાની રેન્જમાં લોન્ચ કરવામાં આવી શકે છે. ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટ સિસ્ટમ (ADAS) જેવાં ફીચર્સ આપવામાં આવી શકે છે. આ સિવાય, સારી સેફ્ટી માટે કંપની તેમાં 6 એરબેગ્સ, EBD સાથે ABS, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ સાથે 4 ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી શકે છે.