અપકમિંગ:મહિન્દ્રાની સ્કોર્પિયો BS6 એન્જિન સાથે આવશે, સાઇઝમાં મોટી અને લેટેસ્ટ ફીચર્સથી સજ્જ હશે

ઓટો2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ મહિન્દ્રા ઇન્ડિયન માર્કેટમાં ટૂંક સમયમાં જ તેની પોપ્યુલર SUV મહિન્દ્રા સ્કોર્પિયોના નવાં જનરેશન કો-અપડેટેડ BS6 એન્જિન સાથે રજૂ કરવાની છે. તાજેતરમાં જ આ SUV ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. આ નવી SUV શેપમાં કરન્ડ મોડેલ કરતાં બહુ મોટી હશે, જે કેબિનની અંદર તમને વધારે સ્પેસ આપશે.

નવું ડીઝલ એન્જિન
કંપની તેની આ નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા સ્કોર્પિયોમાં નવું એન્જિન નાખશે. જાણકારી અનુસાર, આ SUVમાં કંપની નવા 2.0 લિટરની કેપેસિટીનું 4 સિલિન્ડરયુક્ત ટર્બો ચાર્જ ડીઝલ એન્જિનનો ઉપયોગ કરી શકે છે, જે આવનારી XUV500 અને થારમાં પણ જોવા મળશે. આ એન્જિન 160bhp પાવર અને 350Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ અને ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ પણ સામેલ કરવામાં આવશે.

નવું પેટ્રોલ એન્જિન
કંપની તેમાં નવું પેટ્રોલ એન્જિન પણ આપશે. નવી મહિન્દ્રા સ્કોર્પિયોમાં કંપની 2.0 લિટરની કેપેસિટીનું mStallion ટર્બોચાર્જ પેટ્રોલ એન્જિનનો પ્રયોગ કરશે, જે 190bhp પાવર અને 380Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિયરબોક્સ સાથે જ 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ટ્રાન્સમિશન ગિયરબોક્સનો ઉપયોગ કરશે.

નવું પ્લેટફોર્મ
નવી મહિન્દ્રા સ્કોર્પિયોમાં સૌથી મોટો ફેરફાર તેના બોનેટમાં જોવા મળશે. તેને સંપૂર્ણ રીતે નવાં પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી રહી છે. તેને લેડર પ્લેટફોર્મ પર મોડિફાઇડ કરીને બનાવવામાં આવી છે, જેને ZEN3 નામ આપવામાં આવ્યું છે.

ઇન્ટિરિયર
મહિન્દ્રાએ ગયા વર્ષે માર્કેટમાં તેની નવી XUV300 રજૂ કરી હતી. આ SUVમાં કંપનીએ ઘણાં એવાં ફૂચર્સ સામેલ કર્યાં છે જે સેગમેન્ટમાં પહેલીવાર જોવા મળ્યાં હતાં. નવી સ્કોર્પિયોના ઇન્ટિરિયરમાં પણ કંપની નવા ડિઝાઇનનું ડેશબોર્ડ, સ્ટિયરિંગ વ્હીલ, ઇલેક્ટ્રિક સનરૂફ, હેડ અપ ડિસપ્લે વગેરે જેવાં ફીચર્સ સામેલ કરી શકે છે. આ ઉપરાંત, તેમાં નવી ડિઝાઇનનું ઇનફોટેનમેન્ટ સિસ્ટમ પણ આપવામાં આવશે.

સાઇઝ
નવી મહિન્દ્રા સ્કોર્પિયો કરન્ટ મોડેલ કરતાં સાઇઝમાં ઘણી મોટી છે. આ SUVની લંબાઇ પણ વધારી દેવામાં આવી છે. તેમાં ત્રણ રોમાં ફ્રંટ ફેસિંગ સીટ્સ આપવામાં આવી છે, જે કરન્ટ મોડેલમાં સાઇટ ફેસિંગ સીટ છે. આ ઉપરાંત, સાઇઝમાં મોટી હોવાને કારણે આ SUV તમને વધારે સ્પેસ આપશે.