અપકમિંગ / 2020માં મહિન્દ્રાની બે નેક્સ્ટ જનરેશન SUV સ્કોર્પિયો અને XUV500 લોન્ચ થશે

Mahindra's Next Generation SUV Scorpio and XUV500 to Launch in 2020

Divyabhaskar.com

Dec 03, 2019, 12:28 PM IST

ઓટો ડેસ્કઃ મહિન્દ્રા સ્કોર્પિયો અને મહિન્દ્રા XUVના નેક્સ્ટ જનરેશન મોડલ્સ આવતા વર્ષ સુધીમાં લોન્ચ થશે. રિપોર્ટ અનુસાર, મહિન્દ્રા આગામી નાણાકીય વર્ષ સુધીમાં તેનું લોન્ચિંગ કરવાની તૈયારીમાં છે. અપેક્ષા છે કે આ ગાડીઓ આવ્યા બાદ અત્યારે વેચાઈ રહેલી સ્કોર્પિયો અને XUV500નું પ્રોડક્શન બંધ કરી દેવાશે. મહિન્દ્રા નવા એમિશન નોર્મ્સને ધ્યાનમાં રાખીને તેની બે પોપ્યુલર SUVને નવાં એન્જિન સાથે લોન્ચ કરવા જઈ રહી છે. બંને SUV એપ્રિલ 2020 સુધીમાં લોન્ચ થાય એવી ધારણા છે.

મહિન્દ્રા કોમ્પેક્ટ સિડેન લોન્ચ કરશે

  • ફેબ્રુઆરી 2020માં થતા દિલ્હી ઓટો એક્સપોમાં પણ કંપની આ બંને એસયુવીને શોકેસ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટ અનુસાર, કંપની તેની નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા સ્કોર્પિયો (કોડનેમ Z101) અને નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા XUV500 (કોડનેમ W601) શોકેસ કરી શકે છે.
  • કંપનીની સેકન્ડ જનરેશન મહિન્દ્રા થાર (કોડનેમ W501) પણ ઘણીવાર ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ ચૂકી છે. કંપની તેને પણ BS-6 એન્જિન સાથે રજૂ કરવાની તૈયારીમાં છે. બંને નેક્સ્ટ જનરેશન SUV ઓલ ન્યૂ પ્લેટફોર્મ પર તો બેઝ્ડ હશે જ પણ સાથે તેમાં BS-6 કમ્પાઇલન્ટ એન્જિન પણ જોવા મળશે. ઇન્ડિયન માર્કેટમાં તેની ટક્કર કિઆ સેલ્ટોસ, એમજી હેક્ટર, ટાટા હેરિયર અને જીપ કંપાસ સાથે થતી જોવા મળશે.
  • એસયુવી સિવાય મહિન્દ્રા તેની કોમ્પેક્ટ સિડેન ઇન્ડિયન માર્કેટમાં ઉતારવાની તૈયારીમાં છે, જે ફોર્ડ અસ્પાયર પર આધારિત હશે. આ મહિન્દ્રા ફોર્ડ પાર્ટનરશિપ પછી આવનારી પહેલી પ્રોડક્ટ હશે. ભારતમાં તેની ટક્કર મારુતિ સુઝુકી ડિઝાયર અને ટૂંક સમયમાં જ લોન્ચ થનારી હ્યુન્ડાઇ ઓરા સાથે થશે. તેમજ, વર્ષ 2020ના અંત સુધી ઇલેક્ટ્રિક વર્ઝન મહિન્દ્રા XUV300 પણ ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરી શકે છે.
X
Mahindra's Next Generation SUV Scorpio and XUV500 to Launch in 2020

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી