મહિન્દ્રા તેની ઓલ-ન્યૂ XUV700 આજે સાંજે 4 વાગ્યે લોન્ચ કરશે. ભલે આ અંગેની વિગતો ખુલીને જાહેર કરવામાં આવી નથી. પરંતુ રિપોર્ટમાં કરવામાં આવી રહેલા દાવાઓ અનુસાર, તે તેના સેગમેન્ટની મોસ્ટ પાવરફુલ SUV હશે. તે ઇન્ડિયન માર્કેટમાં હાજર ટાટા હેરિયર, ટાટા સફારી, ટોયોટા ફોર્ચ્યુનર, MG હેક્ટર, હ્યુન્ડાઇ અલ્કાઝાર જેવી મોંઘી અને લક્ઝરી SUVsને કડી ટક્કર આપશે. જો કે, આ જ પડકારનો સામનો મહિન્દ્રાની અન્ય SUV જેવી કે અલ્ટ્રુસ અને XUV500 કરી શકે છે.
મહિન્દ્રા XUV700 ભારતીય બજારમાં કઈ SUVનું ગણિત બગાડે છે તે તેના ભાવ પર નિર્ભર રહેશે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ કારની પ્રારંભિક કિંમત લગભગ 13 લાખ રૂપિયા હોઈ શકે છે.
બોલેરો મહિન્દ્રાની સૌથી વધુ વેચાતી ગાડીઓમાં પ્રથમ ક્રમે છે. આ ગાડીની ડિમાન્ડ શહેરો કરતાં ગામડાંઓમાં વધુ છે. તેમજ, બીજી સૌથી વધુ વેચાતી ગાડી XUV500 છે. શહેરોમાં તેની ડિમાન્ડ વધારે છે. મહિન્દ્રાએ વર્ષ 2020માં કુલ 32,197 યૂનિટ વેચ્યાં. એટલે કે, દર મહિને સરેરાશ 2,683 XUV500 વેચાઈ હતી. જો કે, કોવિડ મહામારી પણ ગયા વર્ષે ઓછા વેચાણનું એક કારણ હતી.
XUV500થી સ્કોર્પિયોનું વેચાણ ઘટ્યું
વર્ષ 2020માં 31,240 સ્કોર્પિયો વેચાઈ હતી. કોવિડ રોગચાળાને કારણે તેનું વેચાણ પ્રભાવિત થયું હોવા છતાં તે એક સમયે બોલેરો પછી મહિન્દ્રાની સૌથી વધુ ડિમાન્ડિંગ SUV હતી. મહિન્દ્રાએ વર્ષ 2019માં 46,699 સ્કોર્પિયો વેચી. એટલે કે એક વર્ષમાં સ્કોર્પિયોના 15,459 યૂનિટ ઓછા વેચાયાં હતાં. સ્કોર્પિયોના વેચાણમાં ઘટાડો થવાનું એક કારણ XUV500ની માગમાં વધારો છે. બોલેરો અને મરાઝો જેવી અન્ય મહિન્દ્રાની ગાડીઓનું વેચાણ પણ XUV500થી અસરગ્રસ્ત થયું છે.
હવે XUV500ના વેચાણને અસર થશે
મહિન્દ્રાની XUV500એ ઇન્ડિયન માર્કેટમાં ઘણી ગાડીઓના વેચાણને અસર પહોંચાડી છે. આ લિસ્ટમાં ટોયોટા ઈનોવા ક્રિસ્ટા, ટોયોટા ફોર્ચ્યુનર, ટાટા હેરિયર જેવી ગાડીઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે મહિન્દ્રા તેની XUV700 લોન્ચ કરવાની તૈયારીમાં છે ત્યારે આ ગાડી પણ આ તમામ અન્ય ગાડીઓના વેચાણને અસર પહોંચાડી શકે છે. તેમજ, આ અપકમિંગ કાર આ XUV500નું વેચાણ પણ ઘટાડી શકે છે.
XUV700નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
એન્જિન ડિટેલ્સ
આ કારમાં 2.2-લિટર ટર્બો-ડીઝલ અને 2.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળશે. જેમાં ડીઝલ એન્જિન લગભગ 185bhpનો પાવર આપવા સક્ષમ હશે અને ટર્બો પેટ્રોલ એન્જિન લગભગ 200bhpનો પાવર આપી શકશે. એન્જિનને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે. ઓલ વ્હીલ ડ્રાઇવ ઓપ્શન પણ કેટલાક મોડેલોમાં આપવામાં આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.