'બિગ ડેડી SUV' લોન્ચિંગ:મહિન્દ્રાની નવી સ્કોર્પિયો 27 જૂને થશે લોન્ચ, કંપનીએ એડવાન્સ બુકિંગની તૈયારી કરી

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહિન્દ્રાએ 27 જૂન,2022ના રોજ ન્યૂ જનરેશન સ્કોર્પિયો મોડલ લોન્ચ કરવા જઈ રહી છે. અહેવાલો પરથી મળતી માહિતી મુજબ નવા ફીચર સાથેની આ સ્કોર્પિયો માટે મહિન્દ્રાએ દેશભરમાં ડીલરશીપમાં અન-ઑફિશિયલ બુકિંગ શરૂ કરી દીધું છે. મહિન્દ્રાની નવી કાર XUV700 2.2 લીટર ટર્બો ડીઝલ અને 2.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવી રહી છે. ડ્રાઇવટ્રેનની વાત કરીએ તો આ મોડલ રિયર અને ફોર વ્હીલ ડ્રાઇવ બંને ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ બંને વિકલ્પો ડીઝલ અને પેટ્રોલ એન્જિનમાં ઉપલબ્ધ છે. આ સાથે જ કંપની ગ્રાહકોને બે પ્રકારના સીટિંગ ઓપ્શન પણ આપી રહી છે. મહિન્દ્રાની આ નવી કાર વિશે વધુ માહિતી આ મહિનાના અંત સુધીમાં મળી જશે. ચાલો જાણીએ આ કારમાં શું નવું જોવા મળી શકે છે?

નવી સ્કોર્પિયોના 10 દમદાર ફીચર્સ

 • કંપની સ્કોર્પિયોના નવા મોડલમાં સ્ટાઇલિશ LED હેડલેમ્પ્સ આપી રહી છે.
 • નવા મોડલમાં કંપની ડ્યૂઅલ ઝોન ACનું ફીચર પણ એડ કરવા જઇ રહી છે.
 • નવા મોડલમાં ગ્રાહકોને બે પ્રકારના સીટિંગ ઓપ્શન આપવામાં આવશે.
 • આ વખતે ગ્રાહકોને ફ્રન્ટ ફેસિંગ સીટનો વિકલ્પ પણ આપવામાં આવશે.
 • મનોરંજન માટે કંપની 8 ઇંચની ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન સિસ્ટમ લગાવશે.
 • આ વખતે ગ્રાહકોને સ્કોર્પિયોમાં ઇલેક્ટ્રિક સનરૂફનો વિકલ્પ પણ જોવા મળશે.
 • સૅફટી માટે ગ્રાહકોને એક-બે નહીં પરંતુ વધુ એરબેગ્સનો વિકલ્પ મળશે.
 • વધુ સારી કાર પાર્કિંગ માટે આ વખતે તમને 360 ડિગ્રી કેમેરાનો વિકલ્પ મળશે.
 • નવી મહિન્દ્રા સ્કોર્પિયોને 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે લોન્ચ કરવામાં આવશે.
 • આ નવા મોડલની એક્સ શો-રૂમ કિંમત 10 લાખ રૂપિયા હોઈ શકે છે.