તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:મહિન્દ્રાની 6 સીટર SUV ન્યૂ બોલેરો નિયો 3 વેરિઅન્ટમાં લોન્ચ થઈ, પ્રારંભિક કિંમત 8.48 લાખ રૂપિયા

12 દિવસ પહેલા

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની બોલેરો નિયો ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ કરી દીધી છે. તેની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 8.48 લાખ રૂપિયા રાખવામાં આવી છે. લોન્ચિંગ સાથે તે દેશભરમાં તમામ ડીલરશીપમાં વેચાણ માટે આવી ચૂકી છે. બોલેરો નિયો થર્ડ જનરેશનની ચેસિસ (સ્કોર્પિયો અને થાર થીમ) પર બનેલી છે. કંપની જૂની બોલેરોનું વેચાણ પણ ચાલુ રાખશે.

મહિન્દ્રા બોલેરો નિયોને ત્રણ વેરિઅન્ટ N4, N8 અને N10માં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું છે કે તે પછીથી તેનું ચોથું વેરિએન્ટ N10 (O) લોન્ચ કરશે.

બોલેરો નિયોની વેરિઅન્ટ પ્રમાણે કિંમત

વેરિઅન્ટકિંમત (એક્સ-શો રૂમ)
N48.48 લાખ રૂપિયા
N89.48 લાખ રૂપિયા
N1010 લાખ રૂપિયા

ન્યૂ બોલેરો નિયોની કિંમત કરન્ટ મોડેલ કરતાં ઓછી છે. નિયોનો પ્રારંભિક ભાવ 8.48 લાખ રૂપિયા છે, જ્યારે બોલેરોનો પ્રારંભિક ભાવ 8.62 લાખ રૂપિયા છે. એટલે કે 6 સીટર નિયો 14 હજાર રૂપિયા સસ્તી છે.

બોલેરો નિયોનું એક્સટિરિયર

  • આ એક રિયર-વ્હીલ ડ્રાઇવ SUV પણ છે, જે તેને અન્ય સબ-કોમેપેક્ટ SUVથી અલગ કરે છે. નવી મહિન્દ્રા બોલેરો નિયોને પહેલા કરતાં પણ વધુ આકર્ષક લુક આપવામાં આવ્યો છે. હેડલાઇટ્સને ફરીથી પ્રોફાઇલ કરવામાં આવી છે અને હવે તે ટોચ પર સ્થિત LED DRLs સાથે ખૂબ આકર્ષક લાગે છે. કારમાં નવા ફોગ લેમ્પ્સ સાથે રિ-વર્ક્ડ ફ્રંટ બંપર પણ આપવામાં આવ્યું છે.
  • બોલેરો નિયોની ડિઝાઇન કંઈક અંશે સ્ટાન્ડર્ડ બોલેરો જેવી જ છે. આમાં ક્લેમ-શેલ બોનેટ, સ્ક્વેર-ઓફ, ફ્લેર વ્હીલ આર્ચ અને એક મોટી પ્લાસ્ટિક ક્લેડિંગ સામેલ છે, જે SUVની સમગ્ર લંબાઈને કવર કરે છે. તેમાં નવા ડ્યુઅલ ફાઇવ-સ્પોક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે, જે સિલ્વર ફિનિશ્ડ સાથે આવે છે. પાછળના ભાગમાં બોલેરો નિયોને 'BOLERO' બ્રાંડિંગ સાથે એક નવું એક્સ-ટાઇપ સ્પેર વ્હીલ પણ આપવામાં આવ્યું છે.

બોલેરો નિયોનું ઇન્ટિરિયર

  • તેમાં એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને મલ્ટી ઇન્ફર્મેશન ડિસ્પ્લે (MID) સ્ક્રીન આપવામાં આવી છે. ઇન્ટિરિયરની અન્ય અપડેટ્સમાં ટેક્સચર્જ ઇફેક્ટવાળી નવી બેજ ફેબ્રિક અપહોલ્સ્ટ્રી, નવું ટિલ્ટ-અડજસ્ટેબલ પાવર સ્ટિયરિંગ વ્હીલ અને સેકન્ડ રોની સીટ્સ માટે આર્મ રેસ્ટ પણ આપવામાં આવી છે. તેમાં બ્લૂટૂથ સાથે સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સ્ટિયઅરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ મળશે.
  • તેમાં ક્રુઝ કંટ્રોલ, ઇકો મોડ સાથે એર કન્ડિશનીંગ, ફ્રંટ આર્મ રેસ્ટ, હાઇટ અડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને ઇલેક્ટ્રોનિક અડજસ્ટેબલ આઉટ સાઇડ રિઅર વ્યૂ મિરર (ORVMs) આપવામાં આવ્યા છે. સેફ્ટી માટે તેને એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), ડ્યુઅલ ફ્રંટ એરબેગ, રિવર્સિંગ પાર્કિંગ સેન્સર અને ઓપ્શનલ ISOFIX માઉન્ટ આપવામાં આવ્યો છે.

એન્જિન ડિટેલ્સ
બોલેરો નિયોમાં 1.5 લિટર, ત્રણ સિલિન્ડર ડીઝલ એન્જિનથી ચાલે છે, જે 100hp પાવર અને 260Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. તેમાં ફ્યુલ સેવિંગ એન્જિન સ્ટાર્ટ/સ્ટોપ ટેક્નોલોજી પણ આપવામાં આવી છે, જે TUV300માં જોવા મળી હતી. આ ટેક્નિક SUVની એવરેજ સુધારવામાં મદદ કરે છે. કારમાં ઇકો ડ્રાઇવિંગ મોડ પણ મળશે.