તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કન્ફર્મ:મહિન્દ્રા XUV700 14 ઓગસ્ટે લોન્ચ થશે, સ્ટાઇલિશ LED લાઇટ્સ અને નવો લોગો જોવા મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિન્દ્રા 14 ઓગસ્ટે તેની ઓલ ન્યૂ XUV700 લોન્ચ કરશે. કંપનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો ટીઝર રિલીઝ કર્યું છે. 15 સેકંડના આ ટીઝરમાં ડાર્ક શેડ સાથે ગાડીની એક ઝલક જોવા મળી રહી છે. મહિન્દ્રાની આ ઇવેન્ટ સાંજે 4 વાગ્યે શરૂ થશે. કંપનીએ વીડિયો ટીઝર સાથે લખ્યું છે કે આ ફ્રીડમ વીકએન્ડમાં રશ માટે તૈયાર થઈ જાઓ.

ડ્રાઇવરની અલર્ટનેસ ટ્રેક થશે
વીડિયો ટીઝર જોતા તે સ્પષ્ટ થાય છે કે આ કારમાં સ્ટાઇલિશ LED DRL મળવા જઈ રહી છે. આ ટીઝર ડાર્ક શેડ્સમાં હોવાથી XUV700ની ડિઝાઈન અને તેનાં સ્પેસિફિકેશન્સ બહુ જાણવા નથી મળી રહ્યાં. જો કે, તેના જૂના ફોટા પરથી એ જાણવા મળે છે કે તેનાં સેગમેન્ટમાં સૌથી મોટું પેનોરેમિક સનરૂફ અને સેફ્ટી અલર્ટ્સ મળશે.
તેમાં ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ) સાથે અડેપ્ટિવ ક્રૂઝ કન્ટ્રોલ, બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન, ઓટોનોમસ બ્રેકિંગ અને લેન-કીપ આસિસ્ટસ જેવાં ફીચર્સ હશે. આ SUVમાં એર પ્યુરિફાયર, સ્માર્ટ ડોર હેન્ડલ, ઓટો બુસ્ટર હેડલેમ્પ, પર્સનલાઇઝ્ડ સેફ્ટી અલર્ટ સિસ્ટમ મળશે. આ ડ્રાઇવરની અલર્ટનેસ પણ શોધી કાઢશે.

નવો લોગો જોવા મળશે
કંપની મહિન્દ્રા XUV700માં તેનો નવો લોગો આપવા જઈ રહી છે. આ લોગો સાથે આ કંપનીની પહેલી કાર પણ હશે. આ લોગોને સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ લોગો રોબોટિક થીમ સાથે તૈયાર કરવામાં આવ્યો છે.

એન્જિન ડિટેલ્સ
આ કારમાં 2.2-લિટર ટર્બો-ડીઝલ અને 2.0-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળશે. જેમાં ડીઝલ એન્જિન લગભગ 185bhpનો પાવર આપવા સક્ષમ હશે અને ટર્બો પેટ્રોલ એન્જિન લગભગ 200bhpનો પાવર આપી શકશે. એન્જિનને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવશે. ઓલ વ્હીલ ડ્રાઇવ ઓપ્શન પણ કેટલાક મોડેલોમાં આપવામાં આવી શકે છે.