બુકિંગ:મહિન્દ્રા XUV700ને મળ્યું બંપર બુકિંગ, 1 કલાકમાં 25,000 ગાડીઓ બુક થઈ, નવાં પ્રાઇસ લિસ્ટ સાથે બુકિંગ ફરી એકવાર શરૂ

8 દિવસ પહેલા
 • કૉપી લિંક

સોનીની ઇનબિલ્ટ સાઉન્ડ સિસ્ટમ ધરાવતી ભારતની પહેલી કાર મહિન્દ્રા XUV તાજેતરમાં જ લોન્ચ થઈ છે અને નવાઈની વાત એ છે કે મહિન્દ્રાની XUV700ને માત્ર 1 કલાકમાં જ 25,000 બુકિંગ મળી ગયાં છે. મહિન્દ્રાએ તાજેતરમાં જ XUV700 માટે ઓર્ડર બુકિંગ શરૂ કરી દીધું છે. XUV700નું પ્રાઇસ લિસ્ટ 25 હજાર ખરીદદારો માટે જાહેર થયું હતું. પરંતુ ત્યારબાદ હવે ભાવ બદલાઈ ગયા છે.

પ્રારંભિક 25 હજાર ગ્રાહકો માટે બહાર પાડવામાં આવેલું પ્રાઇસ લિસ્ટ હવે અપગ્રેડ થઈ ગયું છે અને આજ સવારથી 10 વાગ્યાથી ફરી એકવાર આ ગાડી માટે બુકિંગ શરૂ થઈ ગયું છે.

મહિન્દ્રા XUV700ની અપડેટેડ કિંમત
મહિન્દ્રાએ XUV700 ચાર વેરિઅન્ટમાં લોન્ચ કરી છે, જેમાં MX, AX3, AX5 અને AX7 સામેલ છે. તેમાં પણ વિવિધ વેરિઅન્ટ્સ સામેલ છે. MXમાં 2 વેરિઅન્ટ, AX3માં 5 વેરિઅન્ટ, AX5માં 6 વેરિઅન્ટ અને AX7માં 7 વેરિઅન્ટ આવશે.

વેરિઅન્ટએક્સ શો રૂમ કિંમત
MX પેટ્રોલ12.49 લાખ
MX ડીઝલ12.99 લાખ
AX3 પેટ્રોલ (મેન્યુઅલ, 5 સીટર)14.49 લાખ
AX3 ડીઝલ (મેન્યુઅલ, 5 સીટર)14.99 લાખ
AX3 ડીઝલ (ઓટોમેટિક, 5 સીટર)16.69 લાખ
AX5 પેટ્રોલ (મેન્યુઅલ)15.49 લાખ
AX5 ડીઝલ (મેન્યુઅલ)16.09 લાખ
AX5 પેટ્રોલ (ઓટોમેટિક)17.09 લાખ
AX5 ડીઝલ (ઓટોમેટિક, 7 સીટર)17.69 લાખ
AX7 પેટ્રોલ (મેન્યુઅલ)17.99 લાખ
AX7 ડીઝલ (મેન્યુઅલ)18.59 લાખ
AX7 પેટ્રોલ (ઓટોમેટિક, 7-સીટર)19.59 લાખ
AX7 ડીઝલ (ઓટોમેટિક, 7-સીટર)20.19 લાખ
AX7 ડીઝલ (ઓટોમેટિક AWD, 7-સીટર)21.49 લાખ
AX7 પેટ્રોલ લક્ઝરી પેક (ઓટોમેટિક, 7-સીટર)21.29 લાખ
AX7 ડીઝલ લક્ઝરી પેક (ઓટોમેટિક, 7-સીટર)22.99 લાખ
AX7 ડીઝલ લક્ઝરી પેક (મેન્યુઅલ, 7-સીટર)20.29 લાખ

એન્જિન ડિટેલ્સ
આ SUVમાં 2.0-લિટર, 4-સિલિન્ડર, ટર્બો-પેટ્રોલ મહિન્દ્રા mStallion યૂનિટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 200hp પાવર અને 380Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમજ, ગાડીમાં 2.2-લિટર, 4-સિલિન્ડર mHawk ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. તે 155hp પાવર અને 360Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ સમયે, તેનાં હાઈ વેરિઅન્ટનું એન્જિન 185hp પાવર અને 420Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જિન ચાર ડ્રાઇવ મોડ ઝિપ, ઝેપ, ઝૂમ અને કસ્ટમ સાથે આવે છે. બંને એન્જિનમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન મળશે.

એક્સટિરિયર
ગાડી પર સ્ટાઇલિશ અને એમ્બોઝ્ડ થયેલી ગ્રિલ આપવામાં આવી છે. જેના સેન્ટરમાં કંપનીનો નવો લોગો ફિક્સ કરવામાં આવ્યો છે. ગ્રિલની બંને બાજુ C શેપના મોટા LED DRLs લગાવવામાં આવ્યા છે. તેની અંદર પ્રોજેક્ટર હેડલાઇટ લગાવવામાં આવી છે. નીચેની બાજુ બંપરમાં નવી ડિઝાઇનવાળા ફોગ લેમ્પ આપવામાં આવ્યા છે. ગાડીણાં પોપ આઉટ ડોર હેન્ડલ છે. પાછળની બાજુ મોટી ટેલલાઇટ અને ટ્વીન ફાઇવ સ્પોક એલોય વ્હીલ આપવામાં આવ્યા છે.

MX વેરિઅન્ટનાં ફીચર્સ
 • 8-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન
 • 7-ઇંચ MID ડિસ્પ્લેએન્ડ્રોઇડ ઓટોસ્માર્ટ ડોર હેન્ડલ
 • LED ટેલલેમ્પ સ્ટિયરિંગ માઉન્ટેડ સ્વીચ
 • પાવર અડજસ્ટ ORVM ટર્ન ઇન્ડિકેટર સાથે ડે-નાઇટ IRVMR17 સ્ટીલ વ્હીલ્સ
AX3 વેરિઅન્ટનાં ફીચર્સ (MX કરતાં ઉપર)
 • ડ્યુઅલ HD 10.25-ઇંચની ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે અને 10.25-ઇંચનું ડિસ્પ્લે ક્લસ્ટર
 • એમેઝોન એલેક્સ બિલ્ટ ઇન
 • વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો એન્ડ એપલ કાર પ્લે એક્સ કનેક્ટ વિથ 60+ કનેક્ટેડ ફીચર્સ
 • 6 સ્પીકર્સ અને સાઉન્ડ સ્ટેગિંગ LED DRL અને ફ્રંટ ફોગ લેમ્પR17 સ્ટીલ વાયરલેસ વિથ કવર્સ
AX5 વેરિઅન્ટનાં ફીચર્સ (AX3 કરતાં ઉપર)
 • સ્કાયરૂફ
 • R17 ડાયમંડ કટ એલોય વ્હીલ્સકર્ટેન એરબેગ્સ
 • LED ક્લિયર વ્યૂ હેડલેમ્પ સિક્વેન્શનલ ટર્ન ઇન્ડિકેટર્સ કોર્રનરિંગ લેમ્પ
AX7 વેરિઅન્ટનાં ફીચર્સ (AX5 કરતાં વધુ)
 • એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ
 • ડ્રાઇવર ડ્રાઉઝીનેસ અલર્ટ સ્માર્ટ ક્લીન ઝોોન ડ્યુઅલ ઝોન ક્લાયમેટ કન્ટ્રોલ
 • R18 ડાયમંડ કટ એલોય લેધર સીટ સ્ટિયરિંગ એન્ડ ગિયર લીવર
 • 6-વે પાવર સીટ વિથ મેમરીસાઇડ એરબેગ્સ

ગાડીમાં ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) આપવામાં આવી છે. તેમાં ફોરવર્ડ કોલિજન વોર્નિંગ (FCW) સામેલ છે, જે તમને એક્સિડન્ટ થશે એવી અલર્ટ આપે છેૈ. જો ડ્રાઇવર કોઈ પ્રતિક્રિયા ન આપે તો તે કાર અટકાવવા માટે ઓટોનોમસ ઇમરજન્સી બ્રેક (AEB)નો ઉપયોગ કરે છે.

અન્ય સમાચારો પણ છે...