IVA અવોર્ડ 2022:મહિન્દ્રા XUV700 કાર ઓફ ધ યર અને ટાટા પંચ ચોઇસ કાર ઓફ ધ યર રહી, 16 કેટેગરીમાં કઈ ગાડીઓ સામેલ લિસ્ટ ચેક કરી લો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

2021માં લોન્ચ થયેલી બેસ્ટ કાર માટે ઈન્ડિયન વ્હીકલ અવોર્ડ્સ (IVA) 2022ની જાહેરાત કરવામાં આવી છે. આ એવોર્ડ માટે 50 કાર નોમિનેટ કરવામાં આવી હતી, જેમાંથી 16 કાર અવોર્ડ જીતવામાં સફળ રહી. IVA 2022નું આયોજન ડિસેમ્બર 2021ના ​​છેલ્લાં અઠવાડિયાંમાં કરવામાં આવ્યું હતું. IVA ટીમે બેસ્ટ કાર પસંદ કરવા માટે ઓટોમોબાઈલ એક્સપર્ટ્સ, પત્રકારો અને ઇન્ફ્યુએન્સર્સની જ્યુરી તૈયાર કરી હતી. જ્યુરીમાં 6 મેમ્બર્સ આશિષ મસીહ, અમિત ખરે, ખાલિદ અમીન, રાનોજોય મુખર્જી, ઋષભ અરોરા અને વિવેક સૈનીનો સમાવેશ થાય છે. ઇન્ડિયન વ્હીકલ અવોર્ડ્સ 2022ની ફર્સ્ટ એડિશનમાં IVA 2022ના તમામ વિજેતાઓનું ફાઇનલ લિસ્ટ કરતા જ્યુરીને ખૂબ જ સારો અનુભવ મળ્યો. તમામ કેટેગરીના વિજેતાઓને હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ કરવામાં આવ્યા છે.

મહિન્દ્રા XUV700 કાર ઓફ ધ યર
મહિન્દ્રા XUV700ને IVA 2022 કાર ઓફ ધ યર તરીકે અને ટાટા પંચને IVA 2022 વ્યૂઅર ચોઈસ કાર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી. ટાટા મોટર્સ 3 અલગ-અલગ કેટેગરીમાં એવોર્ડ જીતવામાં સફળ રહી. તેને મિનિ SUV ઓફ ધ યર અને EV ઓફ ધ યર સાથે ચોઈસ કાર ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો હતો. ટાટા પંચને બે કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેમજ, ફોક્સવેગન ટાઇગુન પણ બે કેટેગરીમાં અવોર્ડ જીતવામાં સફળ રહી.

IVA 2022 અવોર્ડનું લિસ્ટ

  1. IVA 2022 કાર ઓફ ધ યર - મહિન્દ્રા XUV700
  2. IVA 2022 વ્યૂઅર્સ ચોઈસ કાર ઓફ ધ યર - ટાટા પંચ
  3. IVA 2022 ટેક ઓફ ધ યર- MG એસ્ટર
  4. IVA 2022 મિડ-સાઇઝ SUV ઓફ ધ યર - ફોક્સવેગન ટાઇગુન
  5. IVA 2022 EV ઓફ ધ યર - ટાટા ટિગોર EV
  6. IVA 2022 એન્જિન ઓફ ધ યર - ફોક્સવેગન ટાઇગુન
  7. IVA 2022 4x4 ઓફ ધ યર - ફોર્સ ગુરખા
  8. IVA 2022 એન્ટ્રી લેવલ હેચબેક ઓફ ધ યર - મારુતિ સુઝુકી સેલેરિયો
  9. IVA 2022 C-સેગમેન્ટ ઓફ ધ યર - સ્કોડા ઓક્ટાવિયા
  10. IVA 2022 વેલ્યુ ફોર મની ઓફ ધ યર - રેનો કાઇગર
  11. IVA 2022 અપડેટ ઓફ ધ યર - હોન્ડા અમેઝ ફેસલિફ્ટ
  12. IVA 2022 વેરિઅન્ટ ઓફ ધ યર - હ્યુન્ડાઈ i20 N-Lite
  13. IVA 2022 ડિઝાઇન ઓફ ધ યર - સિટ્રોએન C5 એરક્રોસ
  14. IVA 2022 7-સીટર ઓફ ધ યર - હ્યુન્ડાઈ અલ્કાઝર
  15. IVA 2022 પ્રીમિયમ કાર ઓફ ધ યર - મર્સિડીઝ બેન્ઝ S Class

IVA 2022 મીની SUV ઓફ ધ યર - ટાટા પંચ