મહિન્દ્રાની XUV700ને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ઓર્ડર મળી ચૂક્યાં છે. ઓનલાઈન બુકિંગ વિન્ડો શરૂ થયાના માત્ર ત્રણ કલાકમાં જ તેને 50 હજારથી વધુ બુકિંગ મળી ગયાં હતાં. મહિન્દ્રા XUV700નો વેટિંગ પિરિયડ પણ ઘણો વધી ગયો છે. રોગચાળા સાથે મહિન્દ્રા સેમિકન્ડક્ટર ચિપની વૈશ્વિક અછત પણ કંપનીની ઓર્ડર પૂરા કરવાની ક્ષમતા પર પણ ઘણું દબાણ લાવી છે. તાજેતરના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, આ ગાડી ખરીદવા માટે ગ્રાહકોએ 6 મહિનાથી 1 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. જો કે, કંપની મહિન્દ્રા XUV 700 પેટ્રોલ વેરિઅન્ટની ડિલિવરીને પ્રાયોરિટી આપી રહી છે.
કાર બેસ્ટ સેલર બની
મહિન્દ્રા XUV700 એ ટાટા હેરિયર, હ્યુન્ડાઈ અલ્કાઝર, ટાટા સફારી, MG હેક્ટર અને જીપ કંપાસને ટક્કર આપી શકે છે. તેની સ્પોર્ટી સ્ટાઇલ અને દબંગ સ્ટ્રીટ પ્રેઝન્સ એટલી મજબૂત છે કે તે લોકોને આકર્ષે છે. XUV700 ફર્સ્ટ-ઇન-સેગમેન્ટ ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ) ફીચર્સથી સજ્જ છે. સેફ્ટીની વાત કરીએ તો XUV700ને ગ્લોબલ NCAP દ્વારા 5-સ્ટાર સેફ્ટી રેટિંગ આપવામાં આવ્યા છે. આ તેને દેશની સૌથી સુરક્ષિત મિડ સાઇઝ SUV બનાવે છે. ગયા વર્ષે નવેમ્બરમાં XUV700 આવી હતી અને તેને અડલ્ટ સેફ્ટી માટે 5-સ્ટાર અને ચાઇલ્ડ સેફ્ટીમાં 4-સ્ટાર મળ્યાં હતાં.
એક્સટિરિયર
કારમાં સ્ટાઇલિશ અને એમોબોઝ થયેલી ગ્રિલ મળશે. જેના સેન્ટરમાં કંપનીનો નવો લોગો નિશ્ચિત કરવામાં આવ્યો છે. ગ્રિલની બંને બાજુએ મોટા C શેપના LED DRL લગાવવામાં આવ્યા છે. તેની અંદર પ્રોજેક્ટર હેડલાઇટ લગાવવામાં આવી છે. બંપરમાં નીચેની બાજુ નવી ડિઝાઇન કરેલા ફોગ લેમ્પ લગાવવામાં આવ્યા છે. ગાડીમાં પોપ-આઉટ ડોર હેન્ડલ લગાવવામાં આવ્યા છે. પાછળના ભાગમાં મોટી ટેલલાઇટ્સ અને ટ્વીન ફાઇવ-સ્પોક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે.
ઇન્ટિરિયર
કારની અંદર ક્લીન અને મોડર્ન ડિઝાઇ જોવા મળશે. ડેશબોર્ડમાં ડ્યુઅલ 10.25-ઇંચ સ્ક્રીન લેઆઉટ મળશે. તેમાં ઇન્ફોટેનમેન્ટ અને અન્ય ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે. નવાં એન્ડ્રોઈડ X ઈન્ટરફેસનો ઉપયોગ તેની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં કરવામાં આવ્યો છે. તેમાં બિલ્ટ-ઇન એમેઝોન એલેક્સા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ પણ આપવામાં આવ્યું છે. તમે તેને વોઈસ કમાન્ડ દ્વારા ઓપરેટ કરી શકશો.
તેની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તેમાં વાયરલેસ ચાર્જર, પેનોરમિક સનરૂફ, ઓટો બૂસ્ટર હેડલાઇટ્સ, ડ્યુઅલ-ઝોન ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, લેધર અપહોલ્સ્ટ્રી અને ડેશબોર્ડ ઇન્સર્ટ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને 12 સ્પીકર સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં સબવૂફરનો સમાવેશ થાય છે. આ સોની દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.
એન્જિન ડિટેલ્સ
તેમાં પેટ્રોલ અને ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. પેટ્રોલ 2.0-લિટર, ફોર-સિલિન્ડર, ટર્બો-પેટ્રોલ મહિન્દ્રા mStallion યૂનિટ એન્જિન આપવામાં આવ્યું છે, જે 200hp પાવર અને 380Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, ગાડીમાં 2.2-લિટર, ફોર-સિલિન્ડર mHawk ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન છે. તે 155hp પાવર અને 360Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ, તેનાં હાઈ વેરિઅન્ટનું એન્જિન 185hp પાવર અને 420Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જિન ફોર ડ્રાઇવ મોડ ઝિપ, ઝેપ, ઝૂમ અને કસ્ટમ સાથે આવે છે. બંને એન્જિનમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.