અપગ્રેડ:મહિન્દ્રા XUV300નું ડીઝલ એન્જિન BS6માં અપગ્રેડ થયું, પ્રારંભિક કિંમત 8.69 લાખ રૂપિયા

ઓટો2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ મહિન્દ્રાએ તેની સબ-કોમ્પેક્ટ SUV XUV300ના ડીઝલ મોડેલને BS6 એન્જિનમાં અપગ્રેડ કરી દીધું છે. BS6 Mahindra XUV300ની કિંમત 8.69 લાખ રૂપિયાથી લઇને 12.69 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. આ કિંમત તેનાં જૂનાં મોડેલ જેટલી જ નક્કી કરાઈ છે. એન્જિન અપડેટ થયું હોવા છતાં કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.
મહિન્દ્રા XUV300ના BS6 ડીઝલ મોડેલમાં કંપનીએ BS4 મોડેલમાં મળનારા W8 AMT વેરિઅન્ટને બંધ કરી દીધું છે. હવે AMT ગિયરબોક્સનો ઓપ્શન ફક્ત W6 અને W8(O) વેરિઅન્ટમાં અવેલેબલ છે.
XUV300ના BS6 ડીઝલ મોડેલમાં પણ કંપનીએ 1.5 લિટર 4 સિલિન્ડર ડીઝલ એન્જિન આપ્યું છે. તેની સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ AMT ગિયરબોક્સનો ઓપ્શન આપવામાં આવ્યો છે. BS4 વર્ઝનમાં આ એન્જિન 3750rpm પર 115bhp પાવર અને 1500rpm-2500rpm પર 300Nm ટોર્ક જનરેટ કરે છે. BS6માં અપગ્રેડ કરવાની સાથે કંપની આ SUVમાં અન્ય કોઈ ફેરફાર નહીં કરે એવી સંભાવના છે.
મહિન્દ્રાએ XUV300ના પેટ્રોલ મોડેલને ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ BS6માં અપગ્રેડ કરી દીધું હતું. હવે ડીઝલ મોડેલને અપગ્રેડ કરવાની સાથે જ આ SUVની સંપૂર્ણ રેન્જ નવાં એમિશન નોર્મ્સ અનુરૂપ થઈ ગઈ છે.