7 ઓક્ટોબરના રોજ મહિન્દ્રા અને હીરો પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરશે. હીરો મોટોકોર્પ પોતાની પહેલી ઈ-સ્કૂટર ‘વિદા’ રજૂ કરશે. તે મહિન્દ્રા XUV300ના સ્પોર્ટસ વેરિઅન્ટને માર્કેટમાં લાવવાના છે. અહેવાલો મુજબ ‘વિદા’ની કિંમત 1 લાખ રુપિયા અને મહિન્દ્રા XUV300ની કિંમત 8.41 લાખથી 14.07 લાખ રુપિયા હોઈ શકે.
હીરો ‘વિદા’ ઈલેક્ટ્રિક સ્કૂટર
હીરો મોટોકોર્પ ‘વિદા’ સબ બ્રાન્ડના નામની સાથે પોતાની પહેલી ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે. આ મોડલને કંપનીની જયપુર આધારિત R&D સેન્ટર પર ડિઝાઈન અને ડેવલોપ કર્યું. ઈ-સ્કૂટરના સ્પેસિફિકેશન્સ અને કિંમત 8.41 લાખથી 14.07 લાખ રુપિયાની વચ્ચે હોઈ શકે છે.
‘વિદા’માં સ્વેપેબલ બેટરી ટેકનોલોજી
કંપનીએ કન્ફર્મ કર્યું કે, ગાડીમાં સ્વેપેબલ ટેકનોલોજી રહેશે. બેટરી પૂરી થયા પછી યુઝર્સ બેટરી શકશે. હીરો પોતાના પાર્ટનર ગોગોરોની સાથે મળીને બેટરી સ્વેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરી રહ્યા છે. ફર્સ્ટ ફેઝમાં બેંગ્લોર, દિલ્હી અને દેશની 7 બીજી મેટ્રો સિટીઝમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરશે. આ ચાર્જિંગ સ્ટેશન પર DC અને AC બંને પ્રકારના ચાર્જિંગ ઓપ્શન મળશે.
આ ગાડીઓ સાથે ટકકર થઈ શકે છે
હીરોની ઈ-સ્કૂટર ઓલા S1, TVS iQube, એથર 450X, હીરો ઈલેક્ટ્રિક ફોટોન અને બજાજ ચેતક જેવી ઈ-સ્કૂટરની સામે મોટા પડકાર આવી શકે છે. તેમાં મોટાભાગની ગાડીઓની ટોપ સ્પીડ 60થી 90 કિમી વચ્ચે છે. એવામાં રસપ્રદ બાબત એ રહેશે કે, વિદા કેટલી ટોપ સ્પીડ ઓફર કરશે?
મહિન્દ્રા XUV300 સ્પોર્ટ્સમાં વિશેષ શું છે?
XUV300 સ્પોર્ટ્સ મહિન્દ્રાની સબ-કૉમ્પેક્ટ SUVનું સ્પોર્ટિયર વર્ઝન છે. SUV પાવરફુલ 1.2L T-GDI ટર્બો પેટ્રોલ એન્જિનની સાથે આવી શકે છે. મોટર 130PS અને 230NMનો ટોર્ક પાવર જનરેટ કરશે. આ પાવરફુલ પેટ્રોલ એન્જિન કારમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આવવાની આવવાની આશા છે.
16ઈંચ એલોય વ્હીલ્સ મળશે
SUVના ફ્રન્ટ ગ્રીલ, ORVMs અને છત પર બ્લેક ફિનિશ આવી શકે. એર ડેમ પર રેડ સ્ટ્રિપ્સ ગાડીને સ્પોર્ટિયર લૂક આપી રહ્યા છે. 17ની જગ્યાએ તેમાં 16 ઈંચના એલોય વ્હીલ્સ મળશે. XUV300 ઓલ બ્લેક થીમની સાથે લોન્ચ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.