તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્યુચર પ્લાન:મહિન્દ્રા ફરી એકવાર દરેક ગાડીના ભાવ વધારશે, ટૂંક સમયમાં ઓફરોડ વ્હીકલ રોક્સર પણ લોન્ચ કરશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિન્દ્રા આગામી નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં ભાવ વધારી શકે છે
  • ગયા મહિને જ ગાડીઓની કિંમતમાં લગભગ 1.9%નો વધારો કર્યો છે

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટે શુક્રવારે કમોડિટીના વધતા ભાવને કારણે આગામી કેટલાક મહિનામાં તેના વાહનોના ભાવમાં વધારો થવાના સંકેત આપ્યા છે. એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, મહિન્દ્રાએ તાજેતરમાં જ તેના ઉત્તર અમેરિકન ઓપરેશનમાં નોકરીઓમાં કાપ મૂક્યો છે અને તે હજી પણ આગળ ચાલુ રાખી શકે છે કારણ કે, મહિન્દ્રા તેના ઓફ-રોડર વાહન રોક્સરને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર, ઓટોમોટિવ એન્ડ ફાર્મ સેક્ટર, રાજેશ જેજુરિકરે જણાવ્યું કે, અમે જાન્યુઆરીમાં કિંમતોમાં વધારો કર્યો છે અને જ્યાં સુધી વસ્તુઓ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી અમે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફરી એકવાર વધારો કરીશું. તેમણે આગળ જણાવ્યું કે, અમે મટિરિયલ કોસ્ટ અને વેલ્યૂ એન્જિનિયરિંગ અને ફિક્સ્ડ કોસ્ટ મેનેજ કરીને આવી વધારો ઘટાડવાનો પ્રયાસ કરીએ છીએ.

ગયા મહિને વાહનોના ભાવ 1.9% વધાર્યા હતા
મહિન્દ્રાએ ગયા મહિને જ તાત્કાલિક અસરથી પર્સનલ અને કોમર્શિયલ વાહનોની કિંમતમાં આશરે 1.9%નો વધારો કરવાની જાહેરાત કરી હતી. ઉત્તર અમેરિકન ઓપરેશનમાં નોકરીના કાપ અંગે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું કે, મેનપાવર ટ્રેક્ટર વ્યવસાયથી નહીં પણ મુખ્ય રીતે ડેટ્રોઇટમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટ સેન્ટર સાથે જોડાયેલો હતો. કર્મચારીઓને એટલે કાઢવામાં આવ્યા કારણ કે કંપનીએ અમેરિકાની પોસ્ટલ સર્વિસીસ સાથેના કરાર માટે બોલી ન લગાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું, "આ ટીમ એ ડેવલપમેન્ટ વર્ક નહોતી કરવાની જે કોન્સેપ્ટ સ્ટેજ પર હતું. તેનો ટ્રેક્ટરના વ્યવસાય સાથે કોઈ સંબંધ નથી.

ટૂંક સમયમાં જ ઓફરોડર રોક્સર લોન્ચ કરશે
ઓફરોડર રોક્સરના લોન્ચિંગ પહેલાં ઉત્તર અમેરિકાના યૂનિટમાં વધુ કોસ્ટ કટિંગ આવશે કે નહીં એ સવાલ પૂછવા પર જેજુરિકરે કહ્યું કે, અમને હજી નવા રોક્સર મોડેલ માટે હમણાં જ મંજૂરી મળી છે. અમે એક રિ-લોન્ચ અપ્રોચ પર કામ કરી રહ્યા છીએ. ડિટેલ્સ ફાઇનલ થઈ નથી પરંતુ અમે હજી વધારે ડિજિટલ માટે જઈ શકીએ છીએ અને એટલે થોડીક મેનપાવર રિસ્ટ્રક્ચરિંગની સંભાવના છે કારણ કે, છેલ્લાં કેટલાક મહિનામાં ખરેખર કોઈ પ્રોડક્શન નહોતું થયું. જેજુરિકરે કહ્યું કે, નવાં રોક્સરને રિ-લોન્ચ કરવામાં થોડા મહિનાનો સમય લાગશે. અમે લોન્ચિંગ માટે યોગ્ય સોર્સિંગ પર કામ કરી રહ્યા છીએ. અત્યારે મેનપાવર નંબર ફાઇનલ થયા નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો