ઇલેક્ટ્રિક વ્હીકલ / મહિન્દ્રા E-KUV લોન્ચ કરશે, સિંગલ ચાર્જમાં 400 કિમી સુધી ચાલશે

Mahindra will launch E-KUV, running up to 400km in a single charge

  • પ્રારંભિક કિંમત 9 લાખ રૂપિયા રહેવાની શક્યતા
  • મહિન્દ્રા eKUV દેખાવમાં SUV જેવી જ પરંતુ મિકેનિઝમમાં થોડા ફેરફાર થશે

Divyabhaskar.com

Jan 10, 2020, 04:14 PM IST

ઓટો ડેસ્કઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગુરુવારે જાહેરાત કરી કે, ફેબ્રુઆરી મહિનામાં ગ્રેટર નોઇડામાં યોજાનારા એક્સપો 2020માં તેઓ કંપનીની ઇલેક્ટ્રિક કાર KUV 100 રજૂ કરશે. આ કારની પ્રારંભિક કિંમત 9 લાખ રૂપિયા હોવાની શક્યતા છે. કાર સિંગલ ચાર્જમાં 300થી 400 કિમી સુધી ચાલી શકશે. આ ઉપરાંત, કંપની વર્ષ 2021 સુધી XUV300 વ્હીકલ લાવશે. આ વધારે કિંમતમાં લોન્ચ કરવામાં આવશે.

મહિન્દ્રા eKUV દેખાવમાં SUV જેવી હશે. પરંતુ તેના મિકેનિઝમમાં કંપની થોડા ફેરફાર કરશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કંપની તેમાં નવી ડિઝાઇનની ફ્રંટ ગ્રિલનો પ્રયોગ કરી શકે છે. આ સિવાય, તેનું ઇન્ટિરિયર કરન્ટ મોડેલ જેવું જ હશે. પરંતુ કંપની તેમાં નવી મોટી સાઇઝની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમનો પ્રયોગ કરી શકે છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ SUVમાં 40kWની કેપેસિટીની ઇલેક્ટ્રિક મોટરનો પ્રયોગ કરવામાં આવી શકે છે, જે 53bhp પાવર અને 120Nm ટોર્ક જનરેટ કરશે. આ સિવાય, તેમાં 15.9 kWhની કેપેસિટીની લિથિયમ આયન બેટરી પેક આપવામાં આવશે. એવી અપેક્ષા છે કે, આ SUV સિંગલ ચાર્જમાં 120 કિમી સુધી ડ્રાઇવિંગ રેન્જ આપશે.

મહિન્દ્રાની 22 હજાર EV કાર માર્કેટમાં
અત્યારે મહિન્દ્રા કંપનીની 22 હજાર ઇલેક્ટ્રિક કાર ભારતીય સડકો પર દોડી રહી છે. કંપની તરફથી અગાઉ ઇ-વેરિટો લોન્ચ કરવામાં આવી ચૂકી છે, જેની કિંમત 12 લાખ રૂપિયા છે.

X
Mahindra will launch E-KUV, running up to 400km in a single charge

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી