તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપકમિંગ:આવતા વર્ષે મહિન્દ્રા 6 SUV લોન્ચ કરશે, ન્યૂ જનરેશન બોલેરો-સ્કોર્પિયોથી લઇને XUV300 ઇલેક્ટ્રિક પણ એન્ટ્રી કરશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SUV સેગમેન્ટમાં નવાં મોડેલ સાથે મહિન્દ્રા ફરી એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે
  • 370 કિમીની મુસાફરી કરનારી ઇલેક્ટ્રિક XUV300 પણ લોન્ચ કરવામાં આવશે

યુટિલિટી વ્હીકલ (UV) અને SUV સેગમેન્ટની ગાડીઓ બનાવનારી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નવાં વર્ષમાં 6 નવી SUV લાવવા જઈ રહી છે. કોવિડ-19ને કારણે કંપનીના કાર સેલ્સ પર મોટી અસર પડી છે. કંપની UV માર્કેટ શેરમાં ત્રીજા નંબરે છે. આ સેગમેન્ટમાં મારુતિ સુઝુકી 22.88% અને હ્યુન્ડાઇ મોટર્સ ઇન્ડિયા 22.29% સાથે પ્રથમ નંબરે છે. હવે મહિન્દ્રાનું ફોકસ આગામી દિવસોમાં નવા મોડલ્સ સાથે ફરીથી SUV સેગમેન્ટમાં છલાંગ લગાવવાનું છે. કંપની વર્ષ 2021માં XUV300 સ્પોર્ટ, XUV300 ઇલેક્ટ્રિક, નેક્સ્ટ જનરેશન XUV500, ન્યૂ જનરેશન બોલેરો, XUV400 અને ન્યૂ જનરેશન સ્કોર્પિયો લોન્ચ કરશે. તાજેતરમાં જ કંપનીએ તેની નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા થાર લોન્ચ કરી હતી.

1.મહિન્દ્રા XUV300 સ્પોર્ટ્સ
આ કારને ઓટો એક્સ્પો 2020માં રજૂ કરવામાં આવી હતી. પરંતુ કોવિડને કારણે તેનું લોન્ચિંગ મોડું થયું. તે પોતાની રેગ્યુલર XUV300ની સરખામણીમાં જોરદાર SUV છે. તેમાં નવું 1.2 લીટર, 3 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ mStallion પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. તેનો મેક્સિમમ પાવર 130bhp અને ટોર્ક 230Nm છે. તેમાં નવા બોડી ગ્રાફિક્સની સાથે સ્પોર્ટ્સ લુક મળશે. તેમાં ઓલ-બ્લેક ઇન્ટીરિયરની સાથે રેડ સ્ટ્રિપ અને રેડ હાઈલાઈટ્સનો ઉપયોગ કરવામાં આવશે.

એક્સપેક્ટેડ પ્રાઈઝ: 12.34 લાખ રૂપિયા
એક્સપેક્ટેડ લોન્ચ: જૂન 2021

2. મહિન્દ્રા XUV300 ઇલેક્ટ્રિક

મહિન્દ્રાએ પોતાની આ ઇલેક્ટ્રિક SUVને ઓટો એક્સ્પો 2020માં શોકેસ કરી હતી. XUV300 EV મહિન્દ્રાની પ્રથમ એવી કાર છે જેની ડિઝાઈન મેડ ઈન ઇન્ડિયા છે. એટલે કે આ મહિન્દ્રા ઇલેક્ટ્રિક સ્કેલેબલ મોડ્યુલર આર્કિટેક્ચર પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. આ EVને 2 બેટરી ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીએ દાવો કર્યો છે કે, સિંગલ ચાર્જમાં તે 370 કિમી ચાલશે. ભારતીય માર્કેટમાં તેની ટક્કર ટાટા નેક્સન EV સાથે થશે.

એક્સપેક્ટેડ પ્રાઈઝ: 18 લાખ રૂપિયા
એક્સપેક્ટેડ લોન્ચ: જૂન 2021

3. નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા XUV500

મહિન્દ્રા આગામી વર્ષે તેની આ કાર લોન્ચ કરશે. કંપનીએ તેને ઓટો એક્સપો 2020માં શૉકેસ કરી હતી. આ નવી જનરેશન SUVમાં BS6 2.0 લિટર ડીઝલ એન્જીન મળશે. તે 180hpનો પાવર જનરેટ કરશે. જો કે, ચર્ચા એવી છે કે, તેમાં નવું 2.0 લિટર 4 સિલિન્ડર mStallion પેટ્રોલ એન્જીન મળશે, જે 190hp પાવર અને 380Nm ટોર્ક જનરેટ કરશે.

એક્સપેક્ટેડ પ્રાઈસ: 13 લાખ રૂપિયા
એક્સપેક્ટેડ લોન્ચ: 2021ની શરૂઆતમાં

4. ન્યૂ જનરેશન મહિન્દ્રા બોલેરો

એવું માનવામાં આવી રહ્યું છે કે ન્યૂ જનરેશન મહિન્દ્રા બોલેરો 2021ની મોસ્ટ એન્ટિસેપ્ટેડ કાર છે. તેના નવા મોડેલમાં વધારે ફીચર્સ અને સુવિધાઓ મળશે. તેમાં BS6 રેડી 1.5 લિટર, 3 સિલિન્ડર mHawk 75 ડીઝલ એન્જીન સાથે 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળશે.

એક્સપેક્ટેડ પ્રાઈસ: 7.61 લાખ રૂપિયા
એક્સપેક્ટેડ લોન્ચ: 2021ની શરૂઆતમાં

5. મહિન્દ્રા XUV400

મહિન્દ્રાની ઓલ ન્યૂ XUV400 પણ આગામી વર્ષે ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરશે. આ 7-સીટર SUV હ્યુન્ડાઈ ક્રેટા 7 સીટર અને MG ગ્લોસ્ટરને ટક્કર આપશે. આ SUVમાં કંપની 1.2 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી શકે છે, જે 110hp પાવર જનરેટ કરશે. એન્જિનને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ મળી શકે છે.

એક્સપેક્ટેડ પ્રાઈસઃ 11 લાખ રૂપિયા
એક્સપેક્ટેડ લોન્ચઃ મિડ 2021

6. નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા સ્કોર્પિયો

SUV સેગમેન્ટમાં મહિન્દ્રાની મોસ્ટ પોપ્યુલર નેક્સ્ટ-જનરેશન સ્કોર્પિયો પણ આવતા વર્ષે લોન્ચ થશે. આ કારમાં 2.0 લીટર ટર્બોચાર્જ્ડ ડીલ મોટર ચાર્જિંગ એન્જિન મળશે, જે 160bhp પાવર અને 350Nmનો ટોર્ક જનરેટ કરશે. તે 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને DCT ઓપ્શનવાળા ગિયરબોક્સ મળી શકે છે.

એક્સપેક્ટેડ પ્રાઈસઃ 13 લાખ રૂપિયા
એક્સપેક્ટેડ લોન્ચઃ 2021 છેલ્લી તારીખ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો