અપકમિંગ / મહિન્દ્રા ટૂંક સમયમાં જ ભારતમાં ઇલેક્ટ્રિક Quadricycle લોન્ચ કરશે, ટોપ સ્પીડ કલાક દીઠ 70 કિમી હશે

Mahindra to launch Quadricycle in India soon, top speed will be 70 km per hour

Divyabhaskar.com

Jan 15, 2020, 09:30 AM IST

ઓટો ડેસ્કઃ મહિન્દ્રાએ વર્ષ 2021માં ભારતમાં eKUV100ની લોન્ચિંગની જાહેરાત કરી દીધી છે. તેની સાથે જ કંપનીએ તેની પહેલી Quadricycle વાહન લોન્ચ કરવાની પણ પુષ્ટિ કરી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના મેનેજિંગ ડાયરેક્ટર ડો. પવન ગોયંકાએ જણાવ્યું કે, Atom Electric Quadricycle ઓટો એક્સપો 2018માં રજૂ કરવામાં આવેલા કોન્સેપ્ટ પર બેઝ્ડ હશે. તેમજ, તેને ભારતમાં વર્ષ 2020ના અંતમાં લોન્ચ કરવામાં આવશે.

કંપની લોન્ચિંગ પહેલાં જ ફેબ્રુઆરીમાં યોજાનારા ઓટો એક્સપો 2020માં આ Atom Quadricycleના પ્રોડક્શન વર્ઝનને રજૂ કરવા જઈ રહી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, પ્રોડક્શન સ્પેક મોડેલમાં 48kWની પાવરટ્રેન આપવામાં આવશે અને તેને બેંગલુરુ પ્લાન્ટમાં રોલઆઉટ કરવામાં આવશે. કંપની Quadricycle વાહનોમાં 15kWથી ઓટો પાવર આઉટપુટ આપશે. તેમજ, તેની ટોપ સ્પીડ કલાક દીઠ 70 કિમી હશે.

કંપનીની Atom Quadricycle ભારતમાં લોન્ચ થયાં બાદ બજાજ Quteને ટક્કર આપશે, જે ભારતમાં એકમાત્ર Quadricycle વ્હીકલ છે. જો કે, બજાજ Qute પેટ્રોલ એન્જિન અને CNG ઓપ્શન સાથે માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે અને તેનું ઇલેક્ટ્રિક મોડેલ આવવાનું છે કે નહીં તે અંગે કોઈ જાણકારી નથી.

X
Mahindra to launch Quadricycle in India soon, top speed will be 70 km per hour

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી