અછત:સેમિકન્ડક્ટરની અછતને કારણે મહિન્દ્રા આ મહિને 7 દિવસ 'નો પ્રોડક્શન ડે' સેલિબ્રેટ કરશે, રેવન્યૂ પર અસર થવાની સાથે મારુતિનું પ્રોડક્શન 40% ઘટવાનો અંદાજ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટોમોબાઇલ કંપનીઓ હજુ સુધી સેમિકન્ડક્ટરની અછતમાંથી બહાર આવી નથી. ઓગસ્ટમાં ઘણી કંપનીઓએ વાર્ષિક અને માસિક ધોરણે વૃદ્ધિ જોઈ હશે. પરંતુ તેમણે સ્વીકાર્યું છે કે સેમિકન્ડક્ટર્સને કારણે આ ગ્રોથ ઓછો રહ્યો. સપ્ટેમ્બરમાં પણ સેમિકન્ડક્ટર્સની અસર ઘણી કંપનીઓ પર જોવા મળશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જાહેરાત કરી કે, તેનો ઓટોમોટિવ ડિપાર્ટમેન્ટ સેમિકન્ડક્ટર્સની અછતનો સામનો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ મહિને લગભગ 7 દિવસ 'નો પ્રોડક્શન ડે' રહેશે.

'ચિપની અછતને કારણે તે તેના ઓટોમોટિવ ડિવિઝન પ્લાન્ટ્સમાં 'નો પ્રોડક્શન ડે' 'મનાવશે. પરિણામે, સપ્ટેમ્બરમાં તેના પ્રોડક્શન વોલ્યૂમમાં 20-25 ટકાનો ઘટાડો થવાની ધારણા છે', કંપનીએ એક એક્સચેન્જ ફાઇલિંગમાં આ વાત જણાવી હતી.

ટ્રેક્ટર અને XUV700નાં પ્રોડક્શનને અસર નહીં થાય
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ એમ પણ કહ્યું કે, સેમિકન્ડક્ટરની અસરને મર્યાદિત કરવા માટે કંપની વિવિધ ખર્ચને અનુકૂળ પગલાં પણ લઈ રહી છે. જો કે, પ્રોડક્શનમાં ઘટાડાની સીધી અસર કંપનીની આવક અને નફા પર પડશે. કંપનીએ કહ્યું કે 'નો પ્રોડક્શન ડે' દરમિયાન ટ્રેક્ટર અને થ્રી વ્હીલર બિઝનેસને અસર નહીં થાય. આ ઉપરાંત, XUV7OOના પ્રોડક્શન રેમ્પ-અપ અને લોન્ચ યોજનાઓ પર પણ કોઈ અસર થશે નહીં. કંપની ટૂંક સમયમાં તેનું બુકિંગ શરૂ કરવાની તારીખની જાહેરાત કરશે.

મહિન્દ્રાનો વાર્ષિક ગ્રોથ 21.6% ઘટ્યો

  • ઓગસ્ટમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો વાર્ષિક ગ્રોથ 21.6% ઘટી ગયો. ગયા મહિને કંપનીએ કુલ 21,360 ગાડીઓ વેચી. આ આંકડો ઓગસ્ટ 2020માં 27,229 ગાડીઓનો હતો. એટલે કે કંપનીએ 5,869 યૂનિટ ઓછાં વેચ્યાં.
  • જો કે, મહિન્દ્રાની ગાડીઓ એક્સપોર્ટ કરવાનો આંકડો 43% વધી ગયો. કંપનીએ ઓગસ્ટ 2020માં 955 યૂનિટ એક્સપોર્ટ કર્યાં હતાં, જે ગયા મહિને વધીને 1,363 યૂનિટ થઈ ગયાં.

મારુતિના પ્રોડક્શનને પણ અસર થશે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પહેલા મારુતિ સુઝુકીએ પણ સેમિકન્ડક્ટર્સના કારણે પ્રોડક્શનમાં કાપ મૂકવાની જાહેરાત કરી છે. મારુતિએ કહ્યું કે હરિયાણા અને ગુજરાત બંનેમાં કુલ ઉત્પાદનના 40% જેટલું ઉત્પાદન ઘટી શકે છે.

મારુતિ સુઝુકીનો વાર્ષિક ગ્રોથ 4.8% રહ્યો

  • દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ ગયા મહિને કુલ 1.30 લાખ ગાડીઓ વેચી છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ 4.8% વધુ છે. ઓગસ્ટ 2020માં કંપનીએ 1.24 લાખ ગાડીઓ વેચી હતી.
  • ગયા વર્ષે ઓગસ્ટમાં કંપનીએ 7,920 યૂનિટની નિકાસ કરી હતી, જે ગયા મહિને વધીને 20,619 યૂનિટ થઈ હતી. એટલે કે, કંપનીએ વધુ 12,699 યૂનિટની નિકાસ કરી.
  • જો કે, ડોમેસ્ટિક વેચાણમાં કંપનીને 5.7%નું નુકસાન થયું છે. ઓગસ્ટ 2020માં કંપનીનું ડોમેસ્ટિક સેલ્સ 1.16 લાખ યૂનિટ હતું, જે ગયા મહિને ઘટીને 1.10 લાખ યૂનિટ રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...