તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશમાં 1 એપ્રિલથી નવા એમિશન નોર્મ્સ અમલમાં આવી ગયા છે. જેના કારણે ઇન્ડિયન માર્કેટમાં કંપનીઓ તેમના ઘણા વાહનોને ડિસકન્ટિન્યૂ કરી રહી છે. મહિન્દ્રાએ નવા એમિશન નોર્મ્સનો અમલ કરતા તેના લોકપ્રિય મોડેલ્સને અપગ્રેડ કર્યા છે અને તે કેટલાક જૂના ડીઝલ મોડેલ્સ પણ બંધ કરી ચૂકી છે. આ નવા BS6 એરામાં મહિન્દ્રાની Verito, Verito Vibe, Xylo અને Nuvo sport કાર બંધ કરી દેવામાં આવી છે.
Verito અને Verito Vibe બાઇકમાં 1.5 લિટરનું ડીઝલ એન્જિન આપવામીં આવ્યું છે, જે 65PS પાવર અને 160Nm ટોર્ક સાથે અવેલેબલ હતી. આ બંને કાર્સમાં ટ્રાન્સમિશન માટે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. મહિન્દ્રા Veritoની કિંમત 7.48 લાખ રૂપિયાથી 8.87 લાખ રૂપિયા હતી, જ્યારે Verito Vibeની કિંમત 6.58 લાખ રૂપિયાથી 7.52 લાખ રૂપિયા સુધી હતી.
આ સાથે જ Xyloમાં 2.2 લિટરનું mHawk અને 2.5 લિટરનું mDI CRDe ડીઝલ પાવરટ્રેન આપવામાં આવી છે, જે 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે અવેલેબલ છે. આ MPVની કિંમત 9.17 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ મહિન્દ્રા Nuvo sport પણ બંધ કરી દીધી છે, જે વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી. આ કારમાં 1.5 લિટરનું 3 સિલિન્ડરયુક્ત mHawk ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 100PS પાવર અને 240Nm ટોર્ક જનરેટ કરે છે.
આવનારા સમયમાં કંપની તેની 4 પોપ્યુલર SUV XUV500, Scorpio, Thar અને Boleroની નવી જનરેશન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ તમામ ચાર મોડેલ્સને નવા mStallion એન્જિન સાથે રજૂ કરવામાં આલશે.
પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.