અપકમિંગ / મહિન્દ્રાએ XUV300ની Sportz એડિશન રજૂ કરી, નવું 1.2 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન મળશે

Mahindra showcased Sportz Edition of XUV300

Divyabhaskar.com

Feb 14, 2020, 12:46 PM IST

ઓટો ડેસ્કઃ દેશની ફેમસ ઓટો મોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ XUV300ના નવાં વેરિઅન્ટ Sportz T-GDi સ્પેશિયલ એડિશન રજૂ કરી છે. આ નવી કારમાં કોસ્મેટિક ફેરફાર કરવાની સાથે તેના લુક્સમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તેમજ, XUV300માં જે સૌથી મોટો ફેરફાર કરવામાં આવ્યો છે એ તેનું નવું 1.2 લિટરનું ટર્બો પેટ્રોલ એન્જિન છે. ખાસ વાત એ છે કે, તાજેતરમાં જ ઓટ એક્સપો 2020માં તેને શોકેસ પણ કરવામાં આવ્યું હતું.

આ કોમ્પેક્ટ SUVમાં BS-6 કમ્પ્લાયન્ટ 1.2 લિટર 3 સિલિન્ડરયુક્ત ટર્બો પેટ્રોલ GDI એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કંપનીના mStallion એન્જિન પરિવારથી સંબંધિત છે. આ નવું એન્જિન 130hp પાવર અને 230Nm ટોર્ક જનરેટ કરે છે, જે કરન્ટ મોડલ કરતાં 20hp પાવર અને 30Nm ટોર્ક જેટલું વધારે છે. આ એન્જિન સાથે કંપની 6 સ્પીડ ટ્રાન્સમિશનનો ઓપ્શન પણ આપી શકે છે.

મહિન્દ્રા XUV300ની સ્પોર્ટ્સ એડિશન પેટ્રોલ એન્જિન સાથે સૌથી પાવરફુલ સબકોમ્પેક્ટ SUVમાંની એક છે. સ્પોર્ટ્સ એડિશનમાં બોનેટ પર નવાં ડીકલ્સ અને નવાં ડોર સામેલ કરવામાં આવ્યાં છે. તેમજ, કારના બ્રેક ક્લિપર્સને રેડ કલરનું ફિનિશિંગ આપવામાં આવ્યું છે. આ સાથે જ તેનાં ઇન્ટિરિયિર અને બ્લેક કેબિન સાથે રેડ હાઇલાઇટ્સનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે.

મહિન્દ્રાએ તેનું આ T-GDI એન્જિન ગયા વર્ષે રજૂ કર્યું હતું, જેને ાગામી સમયમાં ફોર્ડ ઈકોસ્પોર્ટમાં ઉપયોગમાં લેવામાં આવશે. XUV300 ઇન્ડિયન માર્કેટમાં હ્યુન્ડાઇ વેન્યૂ, ટાટા નેક્સન, મારુતિ વિટારા બ્રેઝા અને ફોર્ડ ઇકોસ્પોર્ટ જેવી ગાડીઓને ટક્કર આપશે.

X
Mahindra showcased Sportz Edition of XUV300

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી