• Home
  • Utility
  • Automobile
  • Mahindra recalls XUV300 car due to malfunction of suspension component, customers will be contacted personally

ખામી / સસ્પેન્શન કોમ્પોનન્ટમાં ખામી હોવાને કારણે મહિન્દ્રાએ XUV300 કાર રિકોલ કરી, ગ્રાહકોનો વ્યક્તિગત સંપર્ક કરાશે

Mahindra recalls XUV300 car due to malfunction of suspension component, customers will be contacted personally

Divyabhaskar.com

Nov 06, 2019, 09:49 AM IST

ઓટો ડેસ્કઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની સબ કોમ્પેક્ટ એસયુવી XUV300 કાર રિકોલ કરી છે. નબળા સસ્પેન્શન કોમ્પોનન્ટના કારણે કંપનીએ સ્વેચ્છાએ XUV300 રિકોલ કરી પાછી મગાવી છે. મહિન્દ્રા XUV300માં થયેલી આ ખામી તપાસશે અને તેને ફ્રીમાં બદલી આપશે. 19 મે 2019 સુધી બનેલી XUV300ની લિમિટેડ બેચ પર આની અસર પડી છે. જો કે, કંપનીએ એ નથી જણાવ્યું કે કેટલી XUV300 ગાડીઓ પાછી બોલાવવામાં આવી છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં XUV300 લોન્ચ થઈ હતી
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ એક નિવેદનમાં જણાવ્યું કે, 'કંપનીના કસ્ટમર કેન્દ્રિત દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ XUV300 ગાડીઓ ફ્રીમાં તપાસવામાં આવશે અને ખરાબ પાર્ટ્સ બદલવામાં આવશે. કંપની તમામ ગ્રાહકોનો વ્યક્તિગત સંપર્ક કરશે.' XUV300 આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને મહિન્દ્રાના પોર્ટફોલિયોમાં તે ત્રીજી સબ-કોમ્પેક્ટ SUV છે.

XUV300માં 7 એરબેગ્સ આપવામાં આવી છે
મહિન્દ્રાની સબ-કોમ્પેક્ટ SUV XUV300માં કુલ 7 એરબેગ્સ અને ડ્યુઅલ-ઝોન એર કન્ડિશનિંગ સિસ્ટમ સામેલ છે. નવી મહિન્દ્રા XUV300માં 1.2 લિટર પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર ડિઝાઇન એન્જિન ઓપ્શન છે. 1.2 લિટર પેટ્રોલ એન્જિન 110 bhp પાવર અને 200 Nm ટોર્ક જનરેટ કરે છે, જ્યારે 1.5 લિટર ડીઝલ એન્જિન 115 bhp પાવર અને 300 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે ઉપલબ્ધ છે. W6 ડીઝલ વેરિઅન્ટ ઓટોમેટિકમાં પણ આવે છે.

X
Mahindra recalls XUV300 car due to malfunction of suspension component, customers will be contacted personally
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી