દેશની મુખ્ય વ્હીકલ મેન્યુફેક્ચર કંપની મહિન્દ્રાએ લગભગ 600 ડીઝલ કાર રિકોલ કરી છે. કંપનીના જણાવ્યા મુજબ, તેના એન્જિનમાં ખરાબી જોવા મળી છે જેના કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. આ વાહનોનું નિર્માણ કંપનીએ નાસિક પ્લાન્ટમાં 21 જૂનથી 2 જુલાઈ 2021ની વચ્ચે કરવામાં આવ્યું હતું. કંપનીની ગાડીમાં અગાઉ થાર મોડેલના ડીઝલ વેરિઅન્ટમાં ખરાબી જોવા મળી હતી.
કંપની આ કારમાં ખરાબ ડીઝલ એન્જિનની તપાસ કરશે અને તેને બદલશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ખરાબ ફ્યુલના કારણે આ એન્જિન સમય પહેલા ખરાબ થઈ ગયા. જો કે, મહિન્દ્રાએ એ નથી જણાવ્યું કે, આ ખરાબી કંપનીના કયા મોડેલમાં આવી છે.
ફ્રીમાં સર્વિસ થશે
મહિન્દ્રાએ જણાવ્યું કે, ગાડીઓની સર્વિસ માટે ગ્રાહકો પાસેથી પૈસા લેવામાં નહીં આવે. કંપની પ્રભાવિત ગ્રાહકોને સંપર્ક કરશે અને તેમને તેની જાણકારી આપશે.
પાંચમી સૌથી મોટી કંપની
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દેશની પાંચમી સૌથી મોટી પેસેન્જર વ્હીકલ નિર્માતા કંપની છે. તે અત્યારે પોતાના નાસિક પ્લાન્ટમાં થાર, સ્કોર્પિયો, મરાઝો અને XUV 300 જેવા યુટિલિટી વ્હીકલ્સ બનાવે છે.
મહિન્દ્રાના નવા મોડેલ
ગત સપ્તાહે મહિન્દ્રાએ ભારતીય ગ્રાહકો માટે પોતાની લેટેસ્ટ SUV બોલેરો નિયો લોન્ચ કરી છે. તે TUV300 SUVનું અપડેટેડ વર્ઝન છે. મહિન્દ્રા ટૂંક સમયમાં પોતાની ફ્લેગશિપ લિસ્ટેડ SUV XUV 500નું અપગ્રેડેડ વર્ઝનને એક નવા અવતારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે, જેનું નામ XUV 700 છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.