અપકમિંગ / 2020માં મહિન્દ્રા નેક્સ્ટ જનરેશ એસયૂવી સ્કોર્પિયો અને XUV500 લોન્ચ થશે

Mahindra Next Generation SUV Scorpio and XUV500 to Launch in 2020

  • મહિન્દ્રા સ્કોર્પિયો અને મહિન્દ્રા XUVનું નેક્સ્ટ જનરેશન મોડેલ આવતા વર્ષ સુધીમાં ભારતીય માર્કેટમાં લોન્ચ થશે
  •  વર્તમાનમાં વેચાણ માટે ઉપલબ્ધ સ્કોર્પિયો અને XUV500નું પ્રોડક્શન બંધ કરવામાં આવશે
  • ફેબ્રુઆરી 2020માં યોજાનાર દિલ્હી ઓટો એક્સપોમાં પણ કંપની આ બંને એસયૂવીને શોકેસ કરવાની તૈયારીમાં છે

Divyabhaskar.com

Dec 01, 2019, 05:25 PM IST

ઓટો ડેસ્ક. મહિન્દ્રા સ્કોર્પિયો અને મહિન્દ્રા XUVનું નેક્સ્ટ જનરેશન મોડેલ આવતા વર્ષ સુધીમાં ભારતીય માર્કેટમાં લોન્ચ થશે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, મહિન્દ્રા આગામી નાણાકીય વર્ષ સુધીમાં તેને લોન્ચ કરવાની તૈયારીમાં છે. જો કે, નવા મોડેલ લોન્ચ થયા બાદ વર્તમાનમાં વેચાણ માટે ઉપલબ્ધ સ્કોર્પિયો અને XUV500નું પ્રોડક્શન બંધ કરવામાં આવશે. મહિન્દ્રા નવા એમિશન નોર્મ્સને જોતા પોતાની બે પોપ્યુલર એસયૂવીને નવા એન્જિનની સાથે લોન્ચ કરવાની છે. બંને એસયૂવીને એપ્રિલ 2020 સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

કોમ્પેક્ટ સેડાન પણ લોન્ચ કરશે મહિન્દ્રા
ફેબ્રુઆરી 2020માં યોજાનાર દિલ્હી ઓટો એક્સપોમાં પણ કંપની આ બંને એસયૂવીને શોકેસ કરવાની તૈયારીમાં છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, કંપની નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા સ્કોર્પિયો (કોડનેમ Z101)અને નેકસ્ટ જનરેશન મહિન્દ્રા XUV500 (કોડનેમ W601)ને શોકેસ કરી શકે છે.

કંપની સેકંડ જનરેશન મહિન્દ્રા થાર (કોડ નેમ W501) પણ ઘણી વખત ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. કંપની તેને પણ BS6 એન્જિનની સાથે રજૂ કરવાની તૈયારીમાં છે. બંને નેક્સ્ટ જનરેશન એસયૂવી ન માત્ર ઓલ-ન્યૂ પ્લેટફોર્મ પર બેસ્ડ હશે પરંતુ તેમાં BS6 કમ્પ્લાયંટ ડીઝલ એન્જિન પણ હશે. ભારતીય માર્કેટમાં તે કિયા સેલ્ટોસ, એમજી હેક્ટર, ટાટા હેરિયર અને જીપ કંપાસને ટક્કર આપશે.

એસયૂવી ઉપરાંત મહિન્દ્રા પોતાની કોમ્પેક્ટ સેડાન ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે ફોર્ડથી ઈન્સપાયર હશે. તે મહિન્દ્રા-ફોર્ડ પાર્ટનરશિપ બાદ આવનાર પ્રોડક્ટ હશે. ભારતમાં તેની ટક્કર મારુતી સુઝુકી ડિઝાયર અને ટૂંક સમયમાં લોન્ચ થનારી હ્યુન્ડાઈ ઓકા સાથે થશે. તો બીજી તરફ 2020ના અંત સુધી ઈલેક્ટ્રિક વર્ઝન મહિન્દ્રા XUV300 પણ ભારતીય માર્કેટમાં પ્રવેશ કરી શકે છે.

X
Mahindra Next Generation SUV Scorpio and XUV500 to Launch in 2020
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી