ન્યૂ લોગો:મહિન્દ્રાનો લોગો ટૂંક સમયમાં જ બદલાઈ જશે, અપકમિંગ XUV700 સાથે હવે 'M' લેટરનો લોગો લોન્ચ થશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ગયા વર્ષે ઇન્ડિયન માર્કેટમાં તેની લોકપ્રિય SUV મહિન્દ્રા થારનું નેક્સ્ટ જનરેશન મોડેલ લોન્ચ કર્યું હતું. તાજેતરમાં કંપનીએ બોલેરો નિયો લોન્ચ કરી છે, જેમાં ઘણાં નવાં ફીચર્સ સામેલ કરવામાં આવ્યાં છે. આ ગાડીઓના લોન્ચિંગ પછી મહિન્દ્રા કંપની હવે તેનો લોગો બદલવાની કામગીરી પણ કરી રહી છે. જો કે, આ લોગોના ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ આ લોગોની તસવીર ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ છે.

હાલ કંપનીનો લોગો અંડાકાર આકારમાં છે, જેમાં ત્રણ લાઇનો એક બિંદુ પર મળે છે. બીજીબાજુ, નવો લોગો એક સરળ અપર કેસ 'M' છે. વર્તમાન લોગો વર્ષ 2000માં તત્કાલીન મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા કંપનીના પુનર્ગઠન પછી રજૂ કરવામાં આવ્યો હતો. આ નવો લોગો જોવામાં ખૂબ જ સરળ છે, જે અપકમિંગ XUV700 પર જોવા મળી શકે છે.

SUV નવા ઓટો-બૂસ્ટર હેડલેમ્પ્સ સાથે આવશે
SUV નવા ઓટો-બૂસ્ટર હેડલેમ્પ્સ સાથે આવશે

XUV700 ટૂંક સમયમાં જ લોન્ચ થશે
મહિન્દ્રા XUV700નું પાવરફુલ પર્ફોર્મન્સ અને ફીચર્સ પ્રદર્શિત કરવા માટે કંપનીએ ઘણી વખત આ SUVના ટીઝર પણ રજૂ કર્યા છે. કંપનીની અપકમિંગ XUV700 ભારતીય બજારમાં મહિન્દ્રાની ફ્લેગશિપ SUVમાંની એક હશે. આ SUV નવા ઓટો-બૂસ્ટર હેડલેમ્પ્સ સાથે આવશે, જે અંધારામાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે ત્યારે એક્સ્ટ્રા બ્રાઇટનેસ જોવા મળશે. આ સાથે જ આ SUVમાં પેનોરેમિક સનરૂફ, પોપ-આઉટ સ્માર્ટ ડોર હેન્ડલ આપવામાં આવશે. નિષ્ણાતોના મતે, મહિન્દ્રાની XUV700 કરન્ટ મોડેલ SUV 500 કરતાં વધુ સારી સાબિત થશે.

એન્જિન ડિટેલ્સ
કંપની પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંને વિકલ્પો સાથે આ નવી SUV લાવશે. તેનાં પેટ્રોલ એન્જિન વેરિઅન્ટમાં કંપનીએ 2.0L એમસ્ટેલિયન ટર્બો-એન્જિનનો ઉપયોગ કર્યો છે, જ્યારે તેનાં ડીઝલ વેરિઅન્ટમાં કંપનીએ 2.2L mHawk ટર્બો-એન્જિન આપ્યું છે. તેનું પેટ્રોલ એન્જિન 190hp પાવર જનરેટ કરે છે, જ્યારે ડીઝલ એન્જિન 150hpનું મહત્તમ પીક પાવર આઉટપુટ આપશે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવશે.