શોકેસ:મહિન્દ્રાએ XUV700ના 2 નવાં ડીઝલ વેરિઅન્ટ રજૂ કર્યાં, પ્રારંભિક કિંમત 19.99 લાખ રૂપિયા, પ્રિ-બુકિંગ શરૂ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેનાં પ્રીમિયમ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ XUV700નાં બે નવાં વર્ઝન રજૂ કરવાની જાહેરાત કરી, જે ડીઝલ એન્જિન સાથે મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશનમાં ઉપલબ્ધ થશે. કંપનીના જણાવ્યાનુસાર, 7 સીટરવાળા બે વર્ઝન AX7 લક્ઝરી MT અને AX7 લક્ઝરી AT પ્લસ AWD (ઓલ-વ્હીલ ડ્રાઇવ)ની કિંમત અનુક્રમે 19.99 લાખ રૂપિયા અને 22.89 લાખ રૂપિયા છે. તેમજ, મહિન્દ્રાએ જાહેરાત કરી છે કે, આ ભાવ પહેલા 25 હજાર બુકિંગ પર જ લાગુ થશે. આ કારનું પ્રિ-બુકિંગ આજથી એટલે કે 7 ઓક્ટોબરથી શરૂ થશે.

પહેલીવાર સોનીની એમ્બેડેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે
પહેલીવાર સોનીની એમ્બેડેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે

ફીચર્સ
XUV700માં એમ્બિઅન્ટ લાઇટિંગ, ડ્યુઅલ ઝોન ઓટોમેટિક AC, પાવર્ડ ફ્રંટ સીટ્સ, મલ્ટિ ફંક્શન સ્ટિયરિંગ વ્હીલ, સોની 3D સાઉન્ડ સિસ્ટમ, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, કેબિન એર ફિલ્ટર, ક્રૂઝ કન્ટ્રોલ અને પેનોરમિક સનરૂફ જેવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ સાથે SUVમાં પહેલીવાર સોનીની એમ્બેડેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ મળશે, જે AdrenoX ઇન્ટેલિજન્ટ સાથે 10.25 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. તેમજ, આ SUVમાં તમને સ્માર્ટકોર કોકપિટ, ડોમેન કન્ટ્રોલર મળશે.

3D સાઉન્ડ મળશે
આ SUVમાં મહિન્દ્રા અને અમેઝોને મળીને એલેક્સા બિલ્ટ ઇન ફંક્શન આપવામાં આવ્યું છે, જે તમને ઇન્ફોર્મેશન સાથે એન્ટરટેઇનમેન્ટ અને ઓફ લાઇન વ્હીકલ કન્ટ્રોલ આપશે. આ સાથે SUVમાં 3D સાઉન્ડ ટેક્નોલોજી મળશે. XUV700માં સનરૂફ, AC કન્ટ્રોલ સહિત 60 ફીચર્સને વોઇસ કમાન્ડ સાથે જોડવામાં આવ્યાં છે.

એન્જિનમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળશે
એન્જિનમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળશે

એન્જિન ડિટેલ્સ
આ SUVમાં કંપની પેટ્રોલ અને ડીઝલ એન્જિનનો ઓપ્શન આપશે, જેમાં 2.2 લિટરનું પેટ્રોલ એન્જિન 200bhp પાવર આપશે. તેમજ, 2.2 લિટરનું mHawk એન્જિન 185bhpનો પાવર જનરેટ કરશે. બંને એન્જિનમાં મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળશે, જેમાં 3 ડ્રાઇવિંગ મોડ Zip, Zap અને Zoom ઓપ્શન મળશે.

સેફ્ટી ફીચર્સ
મહિન્દ્રા XUV700માં ઓટો બૂસ્ટર હેડલેમ્પ આપવામાં આવ્યો છે, જે રાત્રે ડ્રાઇવિંગ કરતી વખતે વધુ સુરક્ષાનો અનુભવ કરાવે છે. આ સાથે જ SUVમાં સ્માર્ટ ડોર હેન્ડલ, ડ્રાઇવર Drowsiness ડિટેક્શન, 360 કેમેરા વ્યૂ જેવાં ફીચર્સની સાથે 7 એરબેગ્સ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...