મહિન્દ્રાએ તમિલનાડુના કાંચીપુરમમાં નવા સ્ટેટ ઓઉ ધ આર્ટ મહિન્દ્રા SUV પ્રોવિંગ ટ્રેકનું ઉદ્ઘાટન કર્યું છે. 454 એકરમાં ફેલાયેલો આ ટ્રેક L&Tની માલિકીનો છે અને તેને ઓટોમોટિવ ટેકનોલોજી ઇન્ડિયા IDIADA દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ટ્રેકનો ઉપયોગ મહિન્દ્રાની SUVના ટેસ્ટિંગ માટે કરવામાં આવશે.
અહીં વાહનો વિવિધ પ્રકારના ટ્રેક પર ડ્રાઇવ કરતા જોઇ શકાશે. કંપની દાવો કરે છે કે તે ઓટોમોબાઇલ OEMની માલિકીનું સૌથી મોટું અને વ્યાપક ઓટોમોટિવ પ્રોવિંગ ગ્રાઉન્ડ્સમાંનું એક છે.
ટ્રેક 454 એકરમાં ફેલાયેલું છે
MSPTમાં 510 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. તેમજ, તેને 454 એકર જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે, જેને આ કાર્યમાં 50 વર્ષનો અનુભવ ધરાવતી સ્પેનિશ સંસ્થા IDIDA દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ ટ્રેક બનાવવામાં મહિન્દ્રાને 3 વર્ષ લાગ્યા છે.
20 પ્રકારે ટેસ્ટિંગ થઈ શકશે
MSPTએ 20 રીતે ટેસ્ટિંગ કરવા માટે આ ટ્રેક તૈયાર કર્યો છે. તે 437-ડિગ્રી પેરાબોલિક બેંકિંગ ઓફર કરે છે. અહીં 200 કિમી/કલાકની ઝડપે વાહન ચલાવી શકાય છે.
6 વિવિધ લેવલે બ્રેકિંગ પેડ્સ મળશે
ગોળાકાર આકારનું આ પ્લેટફોર્મ 250 મીટરમાં બનાવવામાં આવ્યું છે, જે 4x4 એડવેન્ચર ટ્રેક છે અને AWD વાહનો અને બ્રેકિંગ પેડ્સના ટેસ્ટિંગ માટે 25થી વધુ હર્ડલ્સ પણ આપવામાં આવ્યાં છે અને 6 જુદા જુદા સ્તરે બ્રેકિંગ પેડ્સ પણ આપવામાં આવ્યા છે.
બ્રેક ચેક કરવા માટે આ સપાટીઓ ભીની અને સૂકી છે, જ્યાં ABS, ESP અને TCSનાં અનેક બ્રેકિંગ ફીચર્સ ચેક થાય છે. આ તમામ ટ્રેક કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.