જો તમે આવતા વર્ષે કાર ખરીદવાના છો તો આ સમાચાર તમારા માટે છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જાન્યુઆરીથી પેસેન્જર અને યાત્રી બંને સેગમેન્ટના વાહનોની કિંમતોમાં વધારાની જાહેરાત કરી છે. મા માહિતી કંપનીના એક્સચેન્જમાં ફાઈલિંગનાં માધ્યમથી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનસાર નવી કિંમતો આગામી 1 જાન્યુઆરીથી લાગુ થશે.
શા માટે કાર મોંઘી થશે?
કંપનીએ કહ્યું કે, વાહનોના મેકિંગમાં ખર્ચો વધી જવાથી અને કોમોડિટી કિંમતમાં વૃદ્ધિ થવાથી વાહનોની કિંમત વધારવામાં આવશે. થોડા દિવસ પહેલાં જ મારુતિ સુઝુકી અને કિયા મોટર્સે પણ પોતાના વાહનોની કિંમત વધારવાની જાહેરાત કરી હતી.
કિંમતમાં કેટલી વૃદ્ધિ?
જોકે આ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. વાહનોની કિંમત કેટલી વધશે તે વિશે કંપની ટૂંક સમયમાં ઓફિશિયલી એલાન કરી શકે છે. કંપનીએ થોડા દિવસ પહેલાં જ SUV મહિન્દ્રા થારના નેક્સ્ટ જનરેશન મોડેલને લોન્ચ કર્યું છે. તેને ખૂબ સારી પ્રતિક્રિયા મળી રહી છે.
કિંમત વધારવાની જાહેરાત પહેલાં કંપનીએ જણાવ્યું હતું કે તેના દરેક મોડેલ પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જોકે તેમાં તાજેતરમાં જ લોન્ચ થયેલાં વ્હીકલ સામેલ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.