અપકમિંગ:મારુતિના પ્લેટફોર્મ પર તૈયાર થયેલી ટોયોટાની ત્રીજી કાર 'બેલ્ટા', સિયાઝ જેવાં ફીચર્સ મળશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારનું એન્જિન 105hpનો પાવર અને 138Nmનો ટોર્ક જનરેટ કરે છે
  • કારમાં મલ્ટિ ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ક્લાઈમેટ કન્ટ્રોલ સ્વિચ સહિતનાં ફીચર્સ મળશે

ટોયોટાએ મારુતિના પ્લેટફોર્મ પર તૈયાર નવી સેડાન તૈયાર કરી છે. આ સેડાનનું નામ 'બેલ્ટા' છે. તેને મારુતિના સિયાઝ પ્લેટફોર્મ પર ડેવલપ કરાઈ છે. આ કારના ફોટોઝ પણ લીક થયાં છે. તે દેખાવમાં આબેહૂબ સિયાઝ જેવી લાગે છે. આ કાર મેડ ઈન્ડિયા હોઈ શકે છે. કંપની તેનું વેચાણ મિડલ ઈસ્ટ માર્કેટમાં કરશે. મારુતિના પ્લેટફોર્મ પર તૈયાર થયેલી આ ત્રીજી કાર છે. આ પહેલાં ગ્લેન્ઝા અને વિટારા બ્રિઝા પણ મારુતિના પ્લેટફોર્મ પર ડેવલપ થઈ છે.

બેલ્ટાનું ઈન્ટિરિયર

બેલ્ટાનું એક્સટિરિયર અને ઈન્ટિરિયર એકદમ સિયાઝ જેવું છે. કારમાં ટોયોટાનું એન્જિન છે. કારમાં 7 ઈંચની ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ, મલ્ટિ ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ક્લાઈમેટ કન્ટ્રોલ સ્વિચ, એનાલોગ ડાયલ કલર્ડ MID સાથે બેઝિંગ મળે છે.

દમદાર એન્જિન
કારમાં 1.5 લિટર, ફોર સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે. તે 105hpનો પાવર અને 138Nmનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિન માત્ર 4 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી અટેચ છે. ભારતીય વેરિઅન્ટમાં એન્જિનનો મેન્યુઅલ ઓપ્શન મળી શકે છે.

બેલ્ટા અર્થાત યારિસ
ટોયોટાની યારિસ સેડાન એટલી સક્સેસ નથી રહી. 1 મહિનામાં કારના 1000થી વધારે યુનિટ્સ નથી વેચાયા. લોકોએ તેની સરખામણીએ બીજી સેડાન વધારે પસંદ કરી. તેથી કંપની માર્કેટમાં સિયાઝ લઈને આવી. જાપાન, ચીન અને મલેશિયા જેવા માર્કેટમાં બેલ્ટાને યારિસ કહેવાય છે.