મારુતિએ રિકોલ કરી 17,362 કાર:8 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી બનાવવામાં આવી હતી, એરબેગ્સમાં સમસ્યા થતા રિકોલ કરી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીએ એરબેગ કંટ્રોલમાં સમસ્યા આવવાને કારણે 17,362 વાહનોને રિકોલ કર્યા છે. એક્સચેન્જ ફાઈલિંગ અનુસાર, આ રિકોલથી પ્રભાવિત કાર મોડલમાં 8 ડિસેમ્બર, 2022 અને જાન્યુઆરી 12, 2023 વચ્ચે બનાવવામાં આવેલી અલ્ટો K10, S-Presso, ગ્રાન્ડ વિટારા, Eeco, Brezza અને Balenoનો સમાવેશ થાય છે. તો બીજી તરફ કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું છે કે, સંભવિત ખામીને કારણે વાહન અકસ્માતની ઘટનામાં એરબેગ્સ અને સીટ બેલ્ટ પ્રિટેન્શનર્સમાં સમસ્યા ઉભી કરી શકે છે. કંપનીએ પણ ગ્રાહકોને જ્યાં સુધી ખામીયુક્ત પાર્ટ બદલવામાં ન આવે ત્યાં સુધી વાહન ન ચલાવવાની સલાહ આપી હતી. મારુતિ સુઝુકીની ઓફિશિયલ વર્કશોપ આ વાહન માલિકોનો સંપર્ક કરશે અને પાર્ટને પણ મફતમાં બદલી આપશે.

ગત વર્ષે પણ રિકોલ કરવામાં આવી હતી કાર
આ પહેલી વાર નથી આ પહેલાં અગાઉ, કંપનીએ 2 થી 28 નવેમ્બર 2022 વચ્ચે બનાવવામાં આવેલી કુલ 9,125 કારને રિકોલ કરી હતી. આ મોડલમાં Ciaz, Brezza, Ertiga, XL6 અને Grand Vitara સામેલ છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું હતું કે ખામીયુક્ત પાર્ટને રિપ્લેસમેન્ટ વિના મૂલ્યે મળશે.

તો બીજી તરફ મારુતિ સુઝુકી ઈન્ડિયાએ પણ તેના ત્રણ મોડલ વેગન આર, સેલેરિયો અને ઈગ્નિસના 9,925 યુનિટ રિકોલ કર્યા હતા. કારણ પાછળની બ્રેક એસેમ્બલી પિનમાં ખામી હતી. આ વાહનો 3 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2022 વચ્ચે બનાવવામાં આવ્યા હતા.

દેશમાં ગાડી રિકોલની મોટી ઘટનાઓ
બલેનો અને વેગનઆર રિકોલ: મારુતિએ જુલાઈ 2020માં વેગનઆર અને બલેનોના 1,34,885 યુનિટ રિકોલ કર્યા હતા. આ મોડલ્સ 15 નવેમ્બર, 2018 થી 15 ઓક્ટોબર 2019 વચ્ચે બનાવવામાં આવ્યા હતા. ફ્યુઅલ પંપમાં ખામી સર્જાતા કંપનીએ આ ગાડીઓને રિકોલ કરી હતી.

મારુતિ ઇકો રિકોલ
નવેમ્બર 2020માં કંપનીએ 40,453 ઇકો રિકોલ કરી હતી. કંપનીએ હેડલેમ્પ પર સ્ટાન્ડર્ડ સિમ્બોલ ન હોવાને કારણે આ નિર્ણય લેવો પડ્યો હતો. રિકોલ 4 નવેમ્બર, 2019 અને ફેબ્રુઆરી 25, 2020 વચ્ચે ઉત્પાદિત ઇકોનો સમાવેશ થાય છે.

મહિન્દ્રા પિકઅપ રિકોલ
2021માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેના 29,878 યુ કોમર્શિયલ પિકઅપ વાહનોનો રિકોલ કર્યા હતા. કંપનીએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2020 થી ફેબ્રુઆરી 2021 વચ્ચે ઉત્પાદિત કેટલાક પીકઅપ વાહનોમાં ફ્લયૂડ પાઇપ બદલવાની છે.

મહિન્દ્રા થાર રિકોલ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ફેબ્રુઆરી 2021માં તેની ઑફરોડ એસયુવી થારના ડીઝલ વેરિઅન્ટના 1577 યુનિટ રિકોલ કર્યા હતા. કંપનીએ જણાવ્યું હતું કે, પ્લાન્ટના મશીનમાં ખામીને કારણે આ ભાગોને નુકસાન થયું છે. તમામ એકમોનું ઉત્પાદન 7 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બ 2020 વચ્ચે કરવામાં આવ્યું હતું.

રોયલ એનફિલ્ડ રિકોલ
શોર્ટ સર્કિટની શક્યતાને કારણે રોયલ એનફિલ્ડે મે 2021માં બુલેટ 350, ક્લાસિક 350 અને મેટિયોર 350ના 2,36,966 યુનિટ રિકોલ કર્યા હતા. આ તમામનું ઉત્પાદન ડિસેમ્બર 2020 અને એપ્રિલ 2021 વચ્ચે કરવામાં આવ્યું હતું.

ચાર ગણાથી વધારે નફો
મારુતિ સુઝુકીએ ભૂતકાળમાં સપ્ટેમ્બર 2022માં પૂરા થયેલા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા .કંપનીનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ચાર ગણો વધીને રૂ. 2,062 કરોડ થયો છે. કંપનીની આવક લગભગ 46% વધીને રૂ. 29,931 કરોડ થઈ છે, જ્યારે ક્વાર્ટરમાં વેચાણનું પ્રમાણ 517,395 યુનિટ રહ્યું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 36% વધારે છે.