મોટાભાગની કાર કંપનીઓ સમયસર ડિલિવરી કરી શકતી નથી. ફેબ્રુઆરી 2024 સુધીમાં 7 થી 7.2 લાખ વાહનોની ડિલિવરી કંપનીઓએ કરવાની છે, પરંતુ કેટલાક મોડલ્સનો વેઇટિંગ પિરિયડ એક વર્ષ સુધી પહોંચી ગયો છે.
મારુતિ સુઝુકી ફેબ્રુઆરીમાં માત્ર 700 મીડ સાઈઝ સેડાન કાર બનાવી શકી હતી. ગયા મહિને, કંપની માત્ર 792 Ciaz વેચી શકી હતી, જે વાર્ષિક ધોરણે તેના વેચાણમાં 58.5% ઘટાડો દર્શાવે છે.
મારુતિએ 3.69 લાખ વાહનો બુક કરવાના છે
મારુતિ સુઝુકીના સીઈઓ (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “કંપની માર્ચમાં કેટલા વાહનો બનાવી શકશે તે હજુ સ્પષ્ટ નથી.” પરંતુ સાત લાખથી વધુ ગાડીઓના ઓપન બુકિંગમાંથી 3.69 લાખની ડિલિવરી મારુતિ સુઝુકી દ્વારા કરવામાં આવશે.
મહિન્દ્રા પાસે 2 લાખ અને ટાટા પાસે 1.25 લાખ વાહનોનું બુકિંગ
ઓટો ડીલર્સના સંગઠન FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, “મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પાસે 2 લાખથી વધુ વાહનો માટે ઓપન બુકિંગ છે, ટાટા મોટર્સ પાસે 1 થી 1.25 લાખ વાહનો છે. સિંઘાનિયાના જણાવ્યાં અનુસાર, હાઈ-એન્ડ મોડલ્સ માટે બુકિંગનો ધસારો જોવા મળ્યો છે.જાન્યુઆરીમાં ગાડીઓનું રેકોર્ડ રજીસ્ટ્રેશન થયું હતું. ટાટા મોટર્સ સહિતની કેટલીક કંપનીઓએ સેમી-કન્ડક્ટરની અછતને સારી રીતે સંભાળી છે. પરંતુ બધા આ કરી શક્યા નહતા.
સૌથી વધુ ફેબ્રુઆરીમાં 3.35 લાખ કારનું વેચાણ થયું છે
દેશમાં ગાડીઓની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે, ફેબ્રુઆરીમાં 3.35 લાખથી વધુ પેસેન્જર વાહનો (મુખ્યત્વે કાર) ડીલરોને આપવામાં આવી છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મોકલવામાં આવેલી ગાડીઓ કરતાં આ 11% વધુ છે. કોઈપણ વર્ષના ફેબ્રુઆરીમાં વેચાયેલી કારની આ સૌથી વધુ સંખ્યા છે. છેલ્લા મહિનામાં મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના વેચાણમાં 11 ટકાનો વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.