ન્યૂ લોન્ચ / લેનોવોએ સ્માર્ટફોનની કિંમતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર M2 લોન્ચ કર્યું, વજન ફક્ત 15 કિલો

Lenovo launched the electric scooter M2 in the price of a smartphone, weighing only 15 kg
X
Lenovo launched the electric scooter M2 in the price of a smartphone, weighing only 15 kg

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 07:24 PM IST

દિલ્હી. વિશ્વભરમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસિસ બનાવવા માટે ફેમસ ટેક્નોલોજી કંપની લેનોવો હવે ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. કંપનીએ હવે નવું લેનોવો M2 ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે.

ડ્રાઇવિંગ રેન્જ 30 કિમી

ખૂબ જ ઓછી કિંમતમાં આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખાસ કરીને યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. લેનોવો M2 ઇલેક્ટ્રિક સ્કૂટર દેખાવમાં નાનું છે. પરંતુ આ સિંગલ ચાર્જમાં મેક્સિમમ 30 કિમી સુધીનું અંતર કાપી શકે છે. આ સિવાય, તેને સરળતાથી ફોલ્ડ પણ કરી શકૈય છે. તેને બનાવવામાં કંપનીએ ખાસ એલ્યુમિનિયમ બોડી મેટલનો ઉપયોગ કર્યો છે, જેનાથી તેનું વજન પણ ઓછું રહે છે અને સાથે મજબૂતી પણ મળે છે.

ફીચર્સ

આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું કુલ વજન ફક્ત 15 કિલો જ છે. તેથી, આ સ્કૂટરને સરળતાથી હાથમાં ઉઠાવી શકાય છે. પરંતુ આ સ્કૂટર મેક્સિમમ 120 કિલ સુધીનું વજન ઉપાડવામાં સક્ષમ છે. તેના હેન્ડલમાં જ LED કન્ટ્રોલ પેનલ પણ આપવામાં આવી છે, જેમાં સ્પીડ, પાવર, ગિયર અને અન્ય જાણકારી ડિસ્પ્લે થાય છે. આ સ્કૂટરમાં કંપનીએ 18650mAh કેપેસિટીની લિથિયમ બેટરીનો પ્રયોગ કર્યો છે. તેની બેટરી 350W સુધીનું પાવર આઉટપુટ આપે છે. આ ઉપરાંત, સ્કૂટરમાં કનેક્ટિવિટી ફીચર પણ આપવામાં આવ્યું છે. જેનાથી સ્કૂટરને તેના સ્માર્ટફોન સાથે પણ કનેક્ટ કરી શકાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી