• Gujarati News
  • Utility
  • Automobile
  • Launching India's First Geared Electric Motorbike, It Will Get Smart Controls Like 4G Connectivity And Vehicle Health Monitoring.

ગુજરાતી ઇ-વિકાસ:અમદાવાદી સ્ટાર્ટઅપે દેશની પહેલી ગિયરવાળી ઇ-બાઇક લૉન્ચ કરી, જાણો તેના ફિચર્સ વિશે

12 દિવસ પહેલા
  • એપ્રિલથી ડિલિવરી શરૂ કરાશે

અમદાવાદ સ્થિત EV સ્ટાર્ટઅપ મેટર એનર્જીએ ભારતમાં તેની પહેલી ઇલેક્ટ્રિક મોટરબાઇક ‘મેટર-07’ લોન્ચ કરી દીધી છે. આ બાઈકને 22મી સદીની મોટરબાઈક તરીકે લોન્ચ કરવામાં આવી છે. આ મોટરબાઈકનું મેઈન USP તેનું 4 સ્પીડ હાઈપરશિફ્ટ મેન્યુઅલ ગિયરબોક્સ છે, જેને ભારતમાં પહેલીવાર ઈલેક્ટ્રિક બાઈકમાં આપવામાં આવ્યું છે.

આ બાઇક 5kWh પાવરપેક સાથે આવે છે અને તે એક્ટિવ લિક્વિડ કૂલિંગ ટેકનિકથી સજ્જ છે. આ નવી ઇલેક્ટ્રિક બાઇકની ડિઝાઇન, ફીચર્સ, સ્પેસિફિકેશન્સ, કિંમત અને અન્ય વિગતો વિશે માહિતી મેળવીએ.

ડિઝાઈન :
મેટર એનર્જી મોટરબાઈકને સ્ટ્રોંગ લુક સાથે ‘મસ્ક્યુલર’ ડિઝાઈન આપવામાં આવી છે. આ બાઇક ચાર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે- ગ્રે અને નિયોન, બ્લૂ અને ગોલ્ડ, બ્લેક એન્ડ ગોલ્ડ અને રેડ/બ્લેક/વ્હાઇટ. આ મોટરબાઈકમાં ઓટો કેન્સલેશન ઇન્ડિકેટર સાથે LED લાઇટ્સ છે. તેને હેન્ડલબાર પર ઉભી કરેલી ક્લિપ અને સ્પ્લિટ સીટ સાથે સ્પ્લિટ ગ્રેબ રેલ પણ મળે છે.

બેટરી :
મેટર એનર્જી મોટરબાઈક 5 kWh બેટરી ક્ષમતા સાથે આવે છે, જેને કંપનીએ ‘મેટર એનર્જી-1.0’ નામ આપ્યું છે. આ બાઇકને પાવર અપ (ચાર્જ) કરવા માટે 5A સોકેટમાં પ્લગ કરી શકાય છે. તેને ફુલ ચાર્જ કરવામાં 5 કલાક સુધીનો સમય લાગે છે. આ બાઇક સિંગલ ચાર્જમાં 125થી 150 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ મોટરસાઇકલમાં સેફ્ટી માટે સ્માર્ટ બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) આપવામાં આવી છે.

મેટર એનર્જી મોટરબાઈકમાં એક્ટિવ લિક્વિડ કુલિંગ સિસ્ટમ અને ઈન્ટીગ્રેટેડ ઈન્ટેલિજન્ટ થર્મલ મેનેજમેન્ટ સિસ્ટમ (IITMS) પણ છે, જે બાઈકના તાપમાનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ ઇલેક્ટ્રિક મોટરબાઇક એક જ ઇલેક્ટ્રિક મોટરમાંથી પાવર મેળવે છે, જે પાછળનાં વ્હીલ પર 14bhp અને 520Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં ત્રણ અલગ-અલગ રાઇડ મોડ્સ મળશે - સ્પોર્ટ, ઇકો અને સિટી.

ફીચર્સ :

મેટર એનર્જી મોટરબાઈક 4-સ્પીડ યુનિટ પરંપરાગત હાયપરશિફ્ટ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે. તેમાં ડ્યુઅલ ચેનલ ABS પણ છે. આ ઉપરાંત તેમાં 7.0 ઇંચની ટચ-ઇનેબલ્ડ LCD સ્ક્રીન પણ છે. તેની ડિસ્પ્લે એન્ડ્રોઇડ અને 4G કનેક્ટિવિટી પર ચાલે છે, જે રાઇડરને બાઇક વિશેની તમામ માહિતી આપે છે. ડિસ્પ્લેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, નોટિફિકેશન એલર્ટ અને મ્યુઝિક પ્લેબેક જોવા મળે છે.

આ મોટરસાઇકલમાં રિમોટ લોક અને અનલોક, જીઓફેન્સિંગ, લાઇવ લોકેશન ટ્રેકિંગ, વાહનની હેલ્થ મોનિટરિંગ, પુશ નેવિગેશન અને અન્ય ઘણા જેવા સ્માર્ટ એપ્લિકેશન કન્ટ્રોલ્સ છે. આ બાઇકમાં પાર્ક આસિસ્ટ ફોરવર્ડ અને રિવર્સ ફંક્શનલિટી સાથે પુશ-બટન સ્ટાર્ટ ફીચર પણ આપવામાં આવ્યું છે. તેમાં 5-લિટર સ્ટોરેજ સેક્શન, થેપ્ટ ડિટેક્શન, ચાર્જિંગની ટકાવારી અને રાઇડ સ્ટેટ્સ જેવા અનેક મહત્વનાં સ્પેસિફિકેશન્સ પણ આપવામાં આવ્યા છે.

કિંમત અને ઉપલબ્ધતા :
મેટરે જાહેરાત કરી છે કે, આ ઇલેક્ટ્રિક મોટરબાઈકનું બુકિંગ 2023નાં પહેલાં ક્વાર્ટરમાં શરૂ થશે. કંપની આ બાઇકની ડિલિવરી એપ્રિલ 2023માં શરૂ થશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

આ સ્ટાર્ટઅપની ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરસાયકલ માટે મોટી યોજનાઓ છે. તે આગામી 12 મહિનામાં મુખ્ય શહેરોમાં 200 ડીલરશીપ ખોલવાની અને એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના બજારોમાં નિકાસ કરવાની યોજના ધરાવે છે.

દેશમાં દર વર્ષે લગભગ 2 કરોડ ટુ-વ્હીલર વેચાય છે :
આ EV સ્ટાર્ટઅપ કંપનીનાં CEO લાલભાઈએ કહ્યું હતું કે, ‘ભારત બાઇક ક્ષેત્રે આગળ વધે છે. દેશમાં દર વર્ષે લગભગ 2 કરોડ ટુ-વ્હીલર વેચાય છે, જેમાંથી બાઇક 1.4-1.5 કરોડ યુનિટની રેન્જમાં છે. જો આપણે ફક્ત સ્કૂટર સેગમેન્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખીશું તો ઇલેક્ટ્રિક તરફ પરિવર્તન કેવી રીતે થશે? તેથી જ અમે આ ગિયરવાળી ઇલેક્ટ્રિક બાઇક સાથે આવવાનું પસંદ કર્યું’

તેમણે ઉમેર્યું હતું કે, ‘હાલમાં ઇલેક્ટ્રિક બાઇક સેગમેન્ટમાં અન્ય કોઇ મોટો ખેલાડી ન હોવાથી વૃદ્ધિની સંભવિતતા અપાર છે. આંતરિક રીતે અમારા માટે લક્ષ્ય ઝડપથી સ્કેલ કરવાનું છે કારણ કે, તે એક ખાલી સેગમેન્ટ છે.’